Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ELECTION 2024: સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના પુત્રને હજુ પણ ઉમેદવારીની આશાઓ...

ELECTION 2024: સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના પુત્રને હજુ પણ ઉમેદવારીની આશાઓ રહેલી છે. આપ અને કોંગ્રેસના ગઢબંધનને લઈને ભરૂચ બેઠક માટે ફૈઝલ પટેલ અને પાર્ટીના સભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે. જેને લઈને ફૈઝલ પટેલ દિલ્હી જઈને રજૂઆત કરશે તેવું કહેવામાં...
election 2024  સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના પુત્રને હજુ પણ ઉમેદવારીની આશાઓ
Advertisement

ELECTION 2024: સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના પુત્રને હજુ પણ ઉમેદવારીની આશાઓ રહેલી છે. આપ અને કોંગ્રેસના ગઢબંધનને લઈને ભરૂચ બેઠક માટે ફૈઝલ પટેલ અને પાર્ટીના સભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે. જેને લઈને ફૈઝલ પટેલ દિલ્હી જઈને રજૂઆત કરશે તેવું કહેવામાં આવી રહ્યું છે. લોકસભાની ચૂંટણી (ELECTION 2024) નજીક છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) એ સાથે મળીને ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે.

ભરૂચ બેઠકને લઈને ફૈઝલ પટેલની પ્રતિક્રિયા સામે આવી

આપ અને કોંગ્રેસના ગઢબંધનને લઈને ભરૂચ બેઠકને લઈને ફૈઝલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. આમાં આ અંગેની પ્રતિક્રિયામાં ફૈઝલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોંગ્રેસ (Congress) ના નિર્ણયને લઈને ફૈઝલ પટેલ અને પાર્ટીના સભ્યોમાં ખૂબ નારાજહગી જોવા મળી રહી છે. આ અંગે તેઓ દિલ્હી જિયાને રજૂઆત કરશે. અને પાર્ટીનો આ નિર્ણય પાછો ખેંચવા માટે રજૂઆત કરશે તેમ જણાવવામાં આવીઓ રહ્યું છે.

Advertisement

ભરૂચ બેઠક સાથે ગાંધી પરિવારની પણ લાગણીઓ

ફૈઝલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાહૂલ ગાંધીના દાદા ફિરોઝ ગાંધી પણ ભરૂચમાં જ મોટા થયા હતા. જેથી ભરૂચ બેઠક સાથે ગાંધી પરિવારની પણ લાગણીઓ જોડાયેલી છે. જેના કારણે જ ફૈઝલ પટેલને હજી પણ આશા છે કે ગાંધી પરિવાર તેમની ભાવનાને સમજશે. તેમણે જણાવ્યું કે આ નિર્ણયથી તેઓ ખૂબ જ નાખુશ છે અને કોંગ્રેસ પાસે તેમણે આવી આશા નતી રાખી. હજી પણ સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલને ઉમેદવારીની આશાઓ રહેલી છે.

Advertisement

આ પણ વાંચો - CR Patil : ચૂંટણી પછી કોંગ્રેસ અને AAP બંને ગુમ થઇ જશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×