Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ પદે તેજસ શેઠની વરણી

અહેવાલ---રાકેશ કોટવાલ, ગાંધીધામ કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ નગરપાલિકાના આગામી અઢી વર્ષની  માટેના નવા પદાધિકારીઓને આજે વરણી  કરવામાં આવી હતી જેમાં જૈન સમાજમાંથી આવતા તેજસ શેઠની પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી જયારે કારોબારી ચેરમેન તરીકે અજયસિંહ અને  શાસક નેતા તરીકે...
ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ પદે તેજસ શેઠની વરણી
Advertisement
અહેવાલ---રાકેશ કોટવાલ, ગાંધીધામ
કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ નગરપાલિકાના આગામી અઢી વર્ષની  માટેના નવા પદાધિકારીઓને આજે વરણી  કરવામાં આવી હતી જેમાં જૈન સમાજમાંથી આવતા તેજસ શેઠની પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી જયારે કારોબારી ચેરમેન તરીકે અજયસિંહ અને  શાસક નેતા તરીકે ભરત મિરાણી અને ઉપપ્રમુખ તરીકે દિવ્યાબેન નાથાણીની વરણી કરવામાં  આવી હતી.
નવા વરાયેલા પદાધિકારીઓ માટે આવનારો સમય પડકાર જનક
નગરપાલિકા ખાતે આજે  પ્રાંત અધિકારી અંજાર ની અધ્યક્ષતામાં  સભા મળી હતી જેમાં આ નામો ઉપર મહોર મારવામાં આવી હતી. બીજી તરફ સમગ્ર ગુજરાતમાં એકમાત્ર ગાંધીધામ શહેર જે ગંદકી ધામ બન્યાનો આરોપ લગાવાઇ રહ્યો છે અને અનેક સમસ્યાઓ આ શહેર ભોગવી રહ્યું છે લોકોની અનેક નારાજગીઓ  ઉપરાંત કરોડો રૂપિયાનો લેણું હાલ નગરપાલિકા પર બોલી રહ્યું છે ત્યારે નવા વરાયેલા પદાધિકારીઓ માટે આવનારો સમય પડકાર જનક બની રહેશે બે દિવસ પહેલા પણ વિદાય લઇ રહેલા જુના શાસકો  ના  અઢી વર્ષ પૂર્ણ થતા તેનું બેસણું પણ યોજીને અનોખો વિરોધ કર્યો હતો.
તમામને સાથે રાખી વિકાસના કામ કરાશે
નવનિયુકત પ્રમુખ તેજસભાઈ શેઠે ગુજરાત ફર્સ્ટને જણાવ્યું હતું કે તમામ નગરસેવકો અને ભાજપ સંગઠનને સાથે રાખી શહેરના વિકાસ માટે ચોક્કસથી કામો કરવામાં આવશે. શહેરની વિવિધ સમસ્યાઓથી તેઓ અવગત છે અને તે માટે તેમના પૂરતા પ્રયાસો રહેશે.
Advertisement
Tags :
Advertisement

.

×