Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Electricity Bill : આનંદો! વીજધારકોને રાહત આપવા સરકારે લીધો આ મોટો નિર્ણય

રાજ્ય સરકારનાં આ નિર્ણયથી વીજ ગ્રાહકોનો મોટો લાભ મળશે તેમ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ (Kanu Desai) જણાવ્યું છે.
electricity bill   આનંદો  વીજધારકોને રાહત આપવા સરકારે લીધો આ મોટો નિર્ણય
Advertisement
  1. રાજ્યના વીજધારકો માટે રાહતના સમાચાર (Electricity Bill)
  2. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આપી માહિતી, રાજ્યમાં વીજબિલમાંથી મળશે રાહત
  3. ફ્યુઅલ ચાર્જમાં 15 પૈસાનો થશે ઘટાડો, 15 પૈસાનો ઘટાડો કરતા બે રૂપિયાને 30 પૈસા થશે

Gandhinagar : રાજ્યમાં વીજધારકો માટે રાહતનાં સમાચાર આવ્યા છે. આવનારા દિવસોમાં રાજ્યમાં વીજળી બિલમાં (Electricity Bill) મોટી રાહત મળશે. સરકારે ફ્યુઅલ ચાર્જમાં (Fuel Charge) 15 પૈસા સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે, જેથી ફ્યુઅલ ચાર્જ 15 પૈસા ઘટીને રૂ. 2 અને 30 પૈસા થઈ જશે જે હાલ 2 રૂપિયા 45 પૈસા છે. રાજ્ય સરકારનાં આ નિર્ણયથી વીજ ગ્રાહકોનો મોટો લાભ મળશે તેમ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ (Kanu Desai) જણાવ્યું છે.

 આ પણ વાંચો - GST Slab : રાજ્યમાં GST સ્લેબમાં ફેરફાર મુદ્દે નાણામંત્રી કનુ દેસાઈનું મહત્ત્વનું નિવેદન

Advertisement

રાજ્યમાં ગ્રાહકોને Electricity Bill માંથી મળશે મોટી રાહત!

રાજ્યનાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ (Kanu Desai) દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકોને મોટી રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકારે ફ્યુઅલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી અગાઉ જે ફ્યુઅલ ચાર્જ 2 રૂપિયા 45 પૈસા હતો તે 15 પૈસા ઘટીને 2 રૂપિયાને 30 પૈસા થઈ જશે. આથી, વીજ ગ્રાહકોને આવનારા દિવસોમાં મોટો લાભ મળશે.

Advertisement

 આ પણ વાંચો - Junagadh : એક મોબાઈલ માટે Mangrol ની દુકાનમાં તોડફોડ, Video

રાજ્યનાં 1 કરોડ 75 લાખ જેટલા ગ્રાહકોને થશે ફાયદો

રાજ્યનાં નાણામંત્રીએ આગળ જણાવ્યું કે, ગુજરાત સરકારનાં આ નિર્ણયથી રાજ્યનાં 1 કરોડ 75 લાખ જેટલા ગ્રાહકોને રાહત મળશે. ગ્રહકોને 400 કરોડ રૂપિયાનો સીધો ફાયદો થશે. આ સિવાય નાણામંત્રીએ GST Slab માં ફેરફાર મુદ્દે પણ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગ્રુપ ઓફ મિનિસ્ટ્રીની અગાઉ મિટિંગ મળી ચૂકી છે. આવતીકાલથી જીએસટી કાઉન્સિલની (GST Council) બે દિવસીય બેઠક મળશે, જેમાં જીએસટી ટેક્સ સ્લેબની નવી રચના અંગે ચર્ચા થશે. હેલ્થ-લાઈફ ઇન્શ્યોરન્સમાં GST ઘટાડાનો નિર્ણય લેવાઈ શકે છે. ટીવી, એરકન્ડિશન સહિતની વસ્તુઓ પણ સસ્તી થઈ શકે છે.

 આ પણ વાંચો - Fuel surcharge : રાજ્ય સરકારનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય

Tags :
Advertisement

.

×