Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Idar APMC ભરતી પ્રકરણમાં કર્મચારીએ લગાવ્યા ગંભીર આરોપ,સેક્રેટરીએ રજિસ્ટાર કચેરીમાં ખોટો જવાબ રજૂ કર્યો

Idar APMC માં થોડાક સમય અગાઉ ચેરમેન, સેક્રેટરી તેમજ ડિરેકટરોના મામકાઓની ગેરકાયદે ભરતી કરી હોવાનો વિવાદ સપાટી પર આવ્યો છે
idar apmc ભરતી પ્રકરણમાં કર્મચારીએ લગાવ્યા ગંભીર આરોપ સેક્રેટરીએ રજિસ્ટાર કચેરીમાં ખોટો જવાબ રજૂ કર્યો
Advertisement
  • Idar APMC ભરતી પ્રકરણમાં કર્મચારીએ લગાવ્યો આરોપ
  • સેક્રેટરીએ રજિસ્ટાર કચેરીમાં ખોટો જવાબ રજૂ કર્યો
  • પૂર્વ ડિરેકટરે સમગ્ર મામલે હાઇકોર્ટમાં રીટ દાખલ કરી છે

Idar APMC માં થોડાક સમય અગાઉ ચેરમેન, સેક્રેટરી તેમજ ડિરેકટરોના મામકાઓની ગેરકાયદે ભરતી કરી હોવાનો વિવાદ સપાટી પર આવ્યો છે. ત્યારે એક પૂર્વ ડિરેકટરે સમગ્ર મામલે હાઇકોર્ટમાં રીટ દાખલ કરી છે.  ત્યારથી તપાસના ચક્રો ગતિમાન થઇ ચુકયા છે. આ ભરતી મામલે ઇડર એપીએમસીમાં ફરજ બજાવતા એક કર્મચારીએ ચેરમેનના કહેવાથી જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં જે જવાબ રજૂ કરવામાં આવ્યો છે. તેમાં વિસંગતતા હોવાનો દાવો કર્યો છે. ત્યારે આ આક્ષેપને લઇને સાબરકાંઠાના સહકારી રાજકારણમાં વધુ એક ચર્ચા શરૂ થઇ છે. જોકે હવે જિલ્લા રજિસ્ટ્રાર પોતાની તપાસનો અહેવાલ ઉચ્ચકક્ષાએ રજુ કરશે ત્યારે તેમાં કેવી વિગતો જણાવી હશે તેના પર ઇડર એપીએમસીમાં નોકરી કરતા 11થી વધુ કર્મચારીઓના ભાવિને અસર કરે તો નવાઇ નહી.

Idar APMC માં સગાઓને નોકરી આપવા માટે જિલ્લા બહાર ઇન્ટવ્યુ લેવાયો

આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ઇડર એપીએમસીમાં ચેરમેન, સેક્રેટરી અને ડિરેકટરોના કેટલાક સગાઓને નોકરી આપવાના બહાને જિલ્લા બહાર ઇન્ટરયુ અને પરીક્ષા લઇને દેખાવ ખાતર કાર્યવાહી કરીને આ મામકાનોને નોકરી આપી હતી. ત્યારબાદ તેમને ઇડર માર્કેટયાર્ડમાં કેટલાક સહકારી કાયદાઓની છટક બારી હેઠળ કાયમી કરી દીધા હોવાની વિગતો બહાર આવ્યા બાદ નવો વિવાદ શરૂ થયો છે. જેમાં કાવા ગામના રહીશ જયમિનકુમાર જયંતિભાઈ પટેલે તાજેતરમાં સોગંદનામું આપીને ગંભીર આક્ષેપ કર્યો છે કે ઈડર APMC ના ચેરમેન તથા સેક્રેટરીએ ધાક-ધમકી આપીને પોતાનું લેખિત નિવેદન બદલાવ્યું હતું.

Advertisement

Idar APMC માં ફરી તપાસ મામલે વળાંક

મળતી માહિતી મુજબ ઇડર એપીએમસીમા સેક્ટરી, ચેરમેન અને ડિરેકટરોના મામા માસીના મામકાઓ ભરતી મુદે છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે જેને લઈ સાબરકાંઠા જીલ્લા રજીસ્ટાર પાસેથી તપાસ આંચકીને અરવલ્લી જીલ્લા રજીસ્ટાર સોંપવામાં આવી હતી. અરવલ્લી જીલ્લા રજીસ્ટાર સમય મર્યાદા તપાસના કરી શક્યા હોવાનું જણાવીને નિયામકે ફરી તપાસ સાબરકાંઠા જીલ્લા રજીસ્ટારને તપાસ સોંપવામાં આવી છે ત્યારે તપાસ મુદે સાબરકાંઠાના સહકારી માળખા મા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા ની ચર્ચા એ જોર પકડ્યું છે ત્યારે ફરી એક ભરતી પ્રકરણ વળાંક આવ્યો છે

Advertisement

Idar APMC  ભરતી મામલે જયમિન પટેલે કરી એફિડેવિટ

મળતી માહિતી મુજબકાવા ગામના જયમિન પટેલના કહેવા મુજબ તા. ૦૨ જુલાઈ ૨૦૨૫એ અરવલ્લી જિલ્લા રજીસ્ટ્રાર સમક્ષ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બોર્ડ ઓફ ડિરેક્ટર કિરીટભાઈ ચીમનભાઈ પટેલ સાથે તેમનો કોઈપણ જાતનો સબંધ નથી. પરંતુ તા.૦૯ જુલાઈના રોજ હિંમતનગર બહુમાળી ભવન સ્થિત જિલ્લા રજીસ્ટ્રાર કચેરીની એક રૂમમાં લઈ જઈને મારી મરજી વિરુદ્ધ નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી વેવાઈ સબંધ દર્શાવતું ખોટું નિવેદન લખાવ્યું હોવાનું આક્ષેપ કર્યો છે. ઉપરાંત, જયમિન પટેલે સ્પષ્ટ કર્યું છે કે ભરતી પ્રક્રિયામાં તેમનું નામ મેરીટ યાદીમાં સામેલ હતું અને તે આધારે તેઓ નોકરીમાં પસંદગી પામ્યા છે. જો ભવિષ્યમાં તેમની નોકરી બાબતે કે અન્ય કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી ઈડર એપીએમસીના ચેરમેન તથા સેક્રેટરીની રહેશે એવું સોગંદનામામાં જાહેર કર્યું છે.

આ મામલો પ્રકાશમાં આવતા ઇડર એપીએમસીના કર્મચારી જયમિનકુમાર જ્યંતિભાઈ પટેલે તા. ૧૦ જુલાઈએ ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ ઉપર સોંગનનામુ કરેલ કે એપીએમસીના ચેરમેનના કહેવાથી સેક્રેટરીએ દીપકભાઈ નામના કોઈ કર્મચારીને સાથે રાખી બળજબરીપૂર્વક ધાક ધમકી આપી જવાબ આપવા મજૂબર કરેલ છે જે એફિડેવિટ અરવલ્લી જીલ્લા રજીસ્ટારને પણ કોપી આપવામાં આવેલ હવે જોવું રહ્યું કે આ એફિડેવિટ બાબતે કઈ દિશામાં તપાસ કરે છે.

આ પણ વાંચો:   કોર્ટે Devayat Khavad સહિત તમામ આરોપીઓના જામીન કર્યા મંજૂર,પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા

Tags :
Advertisement

.

×