Surat : મનપા કચેરીની નજીક રહેતા કર્મચારીઓ સાયકલમાં ઓફિસે આવશે
મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ દ્વારા લૉન્ચ કરવામાં આવેલ "સાયકલ ટુ વર્ક"કેમ્પેઇન અંતર્ગત સુરત મહાનગરપાલિકા કમિશ્નરની અપીલના પગલે પાલિકા અધિકારીઓ દ્વારા તેની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતા અધિકારીએ કચેરી થી નજીક આવેલા પોતાના નિવાસસ્થાન થી "સાયકલ ટુ વર્ક"કેમ્પેઇનની શરૂઆત કરી છે.
સાયકલિંગ ફ્રેન્ડલી બનાવવાનો હેતુ
મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ દ્વારા દેશના શહેરોમાં નોન મોટરાઈઝડ વ્હીકલોને પ્રોત્સાહન આપવા અને શહેરોને સાયકલિંગ ફ્રેન્ડલી બનાવવા હેતુથી સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત ઇન્ડિયા સાયકલ ફોર ચેલેન્જ લોન્ચ કરવામાં આવી હતી. જેમાં સુરત શહેર દ્વારા ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જના પ્રથમ સ્ટેજમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. જેમાં સ્ટેજ 2 માટે ભારતભરમાંથી ક્વોલિફાઈ થયેલા 11 શહેરોમાંથી સુરત શહેરે પણ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
"સાયકલ ટુ વર્ક" કેમ્પેઈન
હાલ સુરતમાં સ્માર્ટ સિટી મિશન મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ દ્વારા ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ ચેલેન્જના ભાગરૂપે "સાયકલ ટુ વર્ક" કેમ્પેઈન લોન્ચ કરવામાં આવ્યું છે. કેમ્પેઇન ના પાયલોટ માટે પસંદગી પામેલ કુલ આઠ શહેરોમાં સુરતની પસંદગી કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ ડેવલોપમેન્ટ લિમિટેડ દ્વારા શાહને સાયકલિંગ ફ્રેન્ડલી અને વોકિંગ ફ્રેન્ડલી સીટી બનાવવા અન્વયે વોકિંગ અને સાયકલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપ કરવા જેવી વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે.
કચેરીની નજીકમાં રહેતા કર્મચારી સાયકલમાં આવશે
ઉપરાંત સીટીઝન અવેનેસ પ્રવૃત્તિઓનું વખતોવખત આયોજન પણ કરવામાં આવે છે. આ સાથે સુરત મહાનગરપાલિકાના જુદા જુદા ઝોન અને કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓ મોટાભાગે ટુ-વ્હીલર અને ફોર વ્હીલર જેવા પ્રાઇવેટ વ્હીકલમાં અવરજવર કરતા હોય છે. જે પૈકી ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ તેઓની કચેરીથી નજીકના અંતરમાં જ રહેતા હોય છે. આમ જે તે કચેરીના અધિકારીઓને કર્મચારીઓ પોતપોતાની કચેરીમાં અવરજવર માટે ચાલીને અથવા તો સાયકલિંગ કરીને જાય તો તેઓના સ્વાસ્થ્યને પણ ઘણો લાભ થઈ શકે તેમ છે.
પહેલની શરુઆત
ઉપરાંત સુરત શહેરના સ્થાનિક હવા, ધ્વનિ પ્રદૂષણ તેમજ ટ્રાફિકના ભારણમાં પણ ઘટાડો થતાં રસ્તા ઉપર ઓછી ભીડભાડ થઈ શકે છે. જેના પગલે સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા કરવામાં આવેલી અપીલના પગલે પાલિકાની મુખ્ય કચેરીમાં ફરજ બજાવતા અધિકારી દ્વારા તેની અમલવારી શરૂ કરવામાં આવી છે. પાલિકા કમિશનરની અપીલના પગલે પાલિકાની મુખ્ય કચેરીમાં ફરજ બજાવતા અધિકારી રવિ.એન.ઠક્કરે પહેલની શરુઆત કરી છે.
દરેક લોકોએ આ પહેલ કરવી જોઈએ
અધિકારી રવિ ઠક્કરે જણાવ્યું છે કે પાલિકા કમિશનરની અપીલના પગલે અનુકૂળતાએ મહિનામાં એકવાર સાયકલ લઇ આવવા માટે જણાવવામાં આવ્યું છે. શહેરીજનો પણ પોતાના દૈનિક કાર્યમાં સાયકલનો ઉપયોગ કરે તે આશ્રયથી આ શરૂઆત કરવામાં આવી છે. શહેરીજનો ઇ- મોટરાઈઝડ વ્હીકલ અથવા સાયકલનો ઉપયોગ કરી પર્યાવરણની જાળવણીમાં પોતાનો સહયોગ આપે તે માટે સાયકલ ટુ વર્કની પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ પર્યાવરણ માટે તો સારી છે પણ લોકોના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે. જે શુભ આશ્રયથી મારા દ્વારા આ શરૂઆત કરવામાં આવી છે.
અહેવાલ - આનંદ પટ્ટણી, સુરત
આ પણ વાંચો : નોટબંધીના સાત વર્ષ બાદ RBI એ શા માટે લીધો આ નિર્ણય, જાણો કારણ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિ અમારી સાથે જોડાઓ.


