Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અદાણી કંપનીની દાદાગીરી સામે નહીં નમે કર્મચારીઓ! જાણો ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા શું કહ્યું

Allegations against Adani Group : કચ્છના સાંધીપુરમાં અદાણી સિમેન્ટ કંપની સામે ચાલી રહેલા વિરોધના ત્રીજા દિવસે સ્થિતિ વધુ તીવ્ર બની રહી છે.
અદાણી કંપનીની દાદાગીરી સામે નહીં નમે કર્મચારીઓ  જાણો ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા શું કહ્યું
Advertisement
  • કચ્છમાં અદાણી કંપનીએ દાદાગીરીની તમામ સીમા તોડી
  • કર્મચારીઓના ઘરે-ઘરે જઇ સહી કરવા દબાણ કરતા હોવાનો આક્ષેપ
  • ઘરે-ઘરે જઇને એગ્રિમેન્ટ પર સહી કરવા કરાઇ રહ્યું છે દબાણ!
  • રાત્રે 2 વાગ્યે ઘરે જઇને દબાણ કરતા હોવાનો આક્ષેપ
  • દબાણના કારણે કર્મચારીઓમાં ડરનો માહોલ
  • અમારો પરિવાર હવે ક્યાં જશે? તેનો અમને ડર: કર્મચારી
  • અદાણી સિમેન્ટ કંપનીથી રેલી યોજીને કર્યો વિરોધ

Allegations against Adani Group : કચ્છના સાંધીપુરમાં અદાણી સિમેન્ટ કંપની સામે ચાલી રહેલા વિરોધના ત્રીજા દિવસે સ્થિતિ વધુ તીવ્ર બની રહી છે. કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે, કંપની તરફથી ધરણા પર ઉતરેલા કર્મચારીઓને ઘરો પર જઇને કોઇ એગ્રિમેન્ટ પર તેમને સહી કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. આ અંગે ગુજરાત ફર્સ્ટની ટીમે આજે કર્મચારીઓ સાથે વાત કરી હતી જેમા તેમણે શું કહ્યું આવો જાણીએ..

ગુજરાત ફર્સ્ટ સાથે કર્મચારીઓએ કરી વાત

છેલ્લા ત્રણ દિવસથી અદાણીની કંપની સામે તેના કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે તેનો ત્રીજો દિવસ છે. ગઇકાલે કર્મચારીઓને કંપની દ્વારા બોલાવવામાં આવ્યા હતા પરંતુ કોઇ સમાધાન ન નીકળતા તેઓ આજે પણ પોતાની માંગ સાથે ધરણા પર બેઠા છે. આ દરમિયાન ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે આ કર્મચારીઓએ પોતાની વ્યથા રજૂ કરતા કંપનીને પોતાનો ઇરાદો પણ સ્પષ્ટ કરી દીધો છે. જણાવી દઇએ કે, અદાણી સિમેન્ટ કંપની વિરુદ્ધ હાલ ચાલી રહેલા કર્મચારીઓના આંદોલનમાં હવે દબાણના ગંભીર આક્ષેપો પણ જોડાઈ ગયા છે. એક કર્મચારીએ કહ્યું કે, અમે છેલ્લા ત્રણ દિવસથી ધરણા પ્રદર્શન પર બેઠા છીએ. મેનેજમેન્ટ દ્વારા અમારી કોઇ વાત સાંભળવામાં આવી રહી નથી. અમે જ્યારે રાત્રે અમારા ઘરે ગયા ત્યારે અમારા ઘણા સાથી મિત્રોના ઘરે અધિકારીઓ આવી ગયા અને તેમને ટોર્ચર કરવા લાગ્યા.

Advertisement

Advertisement

કેટલાય કર્મચારીઓએ ખુલાસો કર્યો કે, "રાત્રે 2 વાગ્યે પણ કંપનીના લોકો ઘરે આવી જઇને દબાણ કરે છે કે એમની શરત મુજબ એગ્રિમેન્ટ પર સહી કરી દો, નહીંતર નોકરી જતી રહેશે." આ સ્થિતિને પગલે કર્મચારીઓ અને તેમના પરિવારજનોમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો છે.

લેખિત ખાતરીની માંગ કરતા કરમચારીઓ

કર્મચારીઓનો દાવો છે કે એક કે બે વ્યક્તિ નહીં, પરંતુ ટોળકીઓ બનીને કંપનીના પ્રતિનિધિઓ લોકોના ઘરો સુધી પહોંચી રહ્યાં છે. આ ઘટનાને તેમણે “મૌન દાદાગીરી” ગણાવી છે અને કાયદેસર કાર્યવાહી માટે તંત્રને હાકલ કરી છે. આ દબાણના કારણે ત્રીજા દિવસે પણ કર્મચારીઓ ધરણા પર યથાવત રહ્યા અને આજે કંપની વિરુદ્ધ શાંતિપૂર્ણ રેલી પણ યોજી. રેલી દરમિયાન તેઓએ "અમે ન્યાયની માગ કરીએ છીએ, દબાણ નહીં સહીએ" જેવા સૂત્રો ઉછાળ્યા. કર્મચારીઓએ ફરીથી માંગ કરી છે કે 18 છૂટા કરવામાં આવેલા કર્મચારીઓને ફરીથી નોકરીમાં લઇ કાયમી કરવામા આવે, અને કંપની દ્વારા લેખિત ખાતરી આપવામાં આવે કે આવનારા સમયમાં કોઇ દબાણ નહીં થાય.

જુઓ વીડિયો -:

આ પણ વાંચો :   ન્યાયની માંગ સાથે અદાણી કર્મચારીઓના ધરણાનો આજે ત્રીજો દિવસ

Tags :
Advertisement

.

×