ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amreli: ઘી અને પનીર બાદ હવે દૂધ પણ નકલી! ભેળસેળ દૂધ બનાવતી ફેકટરીનો SOGએ કર્યો પર્દાફાશ

SOG પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કામગીરી અમરેલીના ખાંભામાં ભેળસેળ વાળું દૂધ મળી આવ્યું મીતીયાલાના રહેણાંકી મકાનમાંથી ભેળસેળનો દૂધનો પદાર્થ મળ્યો SOGએ 2 લાખ 21 હજારનો મુદ્દામાલ સાથે એકની અટકાયત કરાઈ Amreli: ગુજરાતમાં અત્યારે નકલી નકલીનો રાફડો...
11:28 AM Oct 22, 2024 IST | VIMAL PRAJAPATI
SOG પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કામગીરી અમરેલીના ખાંભામાં ભેળસેળ વાળું દૂધ મળી આવ્યું મીતીયાલાના રહેણાંકી મકાનમાંથી ભેળસેળનો દૂધનો પદાર્થ મળ્યો SOGએ 2 લાખ 21 હજારનો મુદ્દામાલ સાથે એકની અટકાયત કરાઈ Amreli: ગુજરાતમાં અત્યારે નકલી નકલીનો રાફડો...
Amreli
  1. SOG પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કામગીરી
  2. અમરેલીના ખાંભામાં ભેળસેળ વાળું દૂધ મળી આવ્યું
  3. મીતીયાલાના રહેણાંકી મકાનમાંથી ભેળસેળનો દૂધનો પદાર્થ મળ્યો
  4. SOGએ 2 લાખ 21 હજારનો મુદ્દામાલ સાથે એકની અટકાયત કરાઈ

Amreli: ગુજરાતમાં અત્યારે નકલી નકલીનો રાફડો ફાટ્યો છે. છાસવારે નકલીના કૌભાંડો સામે આવી રહ્યાં છે. ઘી નકલી, પનીર નકલી, કચેરી નકલી, ટોલનાકું નકલી, કોર્ટ નકલી, નકલી અધિકારી, નકલી આઈપીએસ અધિકારી અને હવે પાછું નકલી દૂધ ઝડપાયું છે. અમરેલી (Amreli)ના ખાંભાના મીતીયાલાના રહેણાંકી મકાન દૂધમાં ભેળસેળના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. SOG પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત કામગીરી કરીને ભેળસેળિયા દૂધનો પર્દાફાશ કર્યો છે.

આ પણ વાંચો: ક્ષત્રિય યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ, પદ્મિનીબાના ત્રાસથી ઝેરી દવા પીધી હોવાનો આક્ષેપ

ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોનું સઘન ચેકિંગ

અમરેલી SOG પોલીસ (Amreli SOG Police)એ બનાવટી દૂધને પ્લાસ્ટિક થેલીમાં પેક કરતા યુવકની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી દીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આવી રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા લોકો સામે સખત કાર્યવાહી થવી અનિવાર્ય છે. કારણ કે, છાસવારે આવી ઘટનાઓ બહાર આવી રહીં છે. આ તો અત્યારે દિવાળીના પર્વને લઈને ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ તપાસ દરમિયાન અમરેલીના ખાંભામાં દૂધમાં ભેળસેળ થયું હોવાનું સામે આવ્યું જે મામલે એકની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Surendranagar: મોડી રાત્રે Hospital ના Lighting Board પર પડી વીજળી, જુઓ Video

2 લાખ 21 હજારના મુદ્દામાલ સાથે પોલીસે એકની અટકાયત કરી

નોંધનીય છે કે, એસિડ વે હોમથી નકલી દૂધ બનાવવાની ફેક્ટરીનો અમરેલી એસઓજી પોલીસ (Amreli SOG Police) અને ફૂડ વિભાગે પર્દાફાશ કર્યો છે. રૂપિયા 2 લાખ 21 હજારના મુદ્દામાલ સાથે પોલીસે ગુણવંત શામજી કળસરિયાની અટકાયત કરી લીધી છે. જો કે, ફૂડ વિભાગે આ દૂધના નમૂનાને વધારે તપાસ અને પૃથક્કરણ માટે ગાંધીનગર મોકલ્યાં છે. જે લોકો માત્ર પૈસા છાપવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે તેમની સામે સખત કાર્યવાહી થવી જોઈએ. અત્યારે લોકોને ખાસ સાવધાની રાખવાની જરૂર છે કે, તેમે જે પણ વસ્તુ ખાઈ રહ્યાં છો તે વાસ્તવમાં અસલી છે કે નકલી તેની કોઈ જ ગેરંટી હોતી નથી.

આ પણ વાંચો: દિવાળી પર્વને લઇને પોલીસ એક્શન મોડમાં, પાંડેસરા પોલીસે ખરીદી બજારમાં હાથ ધર્યું ફૂટ પેટ્રોલિંગ

Tags :
adulterated milk factoryAmreli SOGAmreli SOG PolicebustedDuplicate milkfake milkFood DepartmentGujarati NewsKhamba Mitiyala residential areaVimal Prajapati
Next Article