Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હિંમતનગર APMC ને હાંસલપુર ખસેડવા સામે ખેડૂતોનો વિરોધ

હિંમતનગરના ખેડ તસીયા રોડ પર આવેલ અને જિલ્લાના મુખ્ય માર્કેટયાર્ડ તરીકે ઓળખાતા આ માર્કેટયાર્ડમાં બારેમાસ ખેડૂતો પોતાની ખેત પેદાશો વેચવા માટે વાહનો લઈને આવે છે.
હિંમતનગર apmc ને હાંસલપુર ખસેડવા સામે ખેડૂતોનો વિરોધ
Advertisement
  • હિંમતનગર માર્કેટયાર્ડ ખસેડવાના વિરોધમાં ખેડૂતો રસ્તે ઉતર્યા
  • APMC માર્કેટ ખસેડવાનો ખેડૂતો દ્વારા વિરોધ
  • ખેડૂત સમિતિએ જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર
  • ખેડૂત માટે અનુકુળ હિંમતનગર APMC બંધ કરવાનો વિરોધ

Sabarkantha : હિંમતનગરના ખેડ તસીયા રોડ પર આવેલ અને જિલ્લાના મુખ્ય માર્કેટયાર્ડ તરીકે ઓળખાતા આ માર્કેટયાર્ડમાં બારેમાસ ખેડૂતો પોતાની ખેત પેદાશો વેચવા માટે વાહનો લઈને આવે છે. દરમિયાન અગમ્ય કારણોસર માર્કેટયાર્ડના સત્તાવાળાઓ દ્વારા ખેડ તસીયા રોડ સ્થિત APMC માર્કેટને હાંસલપુરની સીમમાં ખસેડવાની હિલચાલના વિરોધમાં ગુરૂવારે હિંમતનગર ખેડૂત સમિતિ દ્વારા વિરોધ દર્શાવી ગુરૂવારે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

ખેડૂતો માટે અનુકુળ હિંમતનગર APMC માર્કેટયાર્ડ

આ આવેદનપત્રમાં હિંમતનગર ખેડૂત સમિતિના અગ્રણીઓના જણાવ્યા મુજબ હિંમતનગર APMC માર્કેટયાર્ડ દરેક ખેડૂતો માટેનું અનુકુળ સ્થળ છે, વેપારીઓ માટે પણ ખેડતસીયા રોડ સ્થિત આ માર્કેટયાર્ડ અનુકુળ છે અને ખેડૂતો પાસેથી હરાજીમાં ખરીદેલ ખેત પેદાશો અન્ય સ્થળે મોકલી આપવા માટે અનુકુળ પણ છે. એટલુ જ નહીં પણ ટ્રાન્સ્પોર્ટરોને પોતાના વાહનો માર્કેટયાર્ડમાં લઈ આવવા માટે ટ્રાફિકની સમસ્યા નડતી નથી.

Advertisement

હાંસલપુરની સીમમાં ખસેડવાની હિલચાલ

તેમ છતાં માર્કેટયાર્ડના સત્તાવાળાઓએ ગમે તે કારણસર આ માર્કેટયાર્ડને હિંમતનગર-ઈડર રોડ પર આવેલા હાંસલપુરની સીમમાં ખસેડવાની હિલચાલ કરાઈ રહી છે. પરંતુ આ હાઈવે પર ટ્રાફિકનું ભારણ વધુ રહે છે, જેથી રોજ બરોજ ખેતપેદાશ વેચવા માટે ખેડૂતો ઉંટલારી, ટ્રેકટર, પીકઅપ ડાલુના ચાલકોને સુચિત હાંસલપુર માર્કેટયાર્ડમાં જવા માટે મુશ્કેલી પડે તેમ છે, જેથી હિંમતનગર ખેડૂત સમિતિ દ્વારા હયાત માર્કેટયાર્ડને અન્યત્ર ખસેડવા સામે વિરોધ કરીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જો માર્કેટયાર્ડને હાંસલપુરની સીમમાં ખસેડવામાં આવે તો ખેત પેદાશ વેચવા આવનાર ખેડૂતોને વધુ ખર્ચ ભોગવવો પડે તેમ છે. જેથી હયાત માર્કેટયાર્ડને ખસેડવાનો નિર્ણય યોગ્ય નથી.

Advertisement

અહેવાલ - યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો :  Himmatnagar Civil: ચીની વાયરસનું સંક્રમણ અટકાવવા સાબરકાંઠા આરોગ્ય તંત્ર સજ્જ

Tags :
Advertisement

.

×