ડોક્ટર યુવતી સાથે પ્રિન્સિપાલ અને 4 પ્રોફેસરોએ કરી એવી હરકત કે વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો
- શિક્ષક વારંવાર ટોર્ચર કરતાં મારી દિકરી એ આવું કર્યું છે : વિદ્યાર્થીનીના માતા
- જ્યાં સુધી પિન્સીપાલ અને પ્રોફેસરનું રાજીનામું નહિ લેવાય ત્યાં સુધી અંદોલન કરીશું : ABVP
મહેસાણા : સંસ્કારી નગરી વિસનગરના બાસણામાં આવેલ મર્ચન્ટ કોલેજની હોસ્ટેલમાં પ્રોફેસર દ્વારા કરાતા ટોર્ચરથી કંટાળીને વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. હાલ પ્રોફેસરને સસ્પેન્ડ કરી તેમજ પ્રિન્સીપાલ રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા છે. મળતી વિગત અનુસાર વિસનગરની મર્ચન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં ગંભીર ઘટના સામે આવી છે.
કોલેજમાં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થીની
કોલેજમાં અભ્યાસ કરતી BHMS પ્રથમ વર્ષની વિદ્યાર્થિની ઉર્વશી શ્રીમાળી (ઉં.વ.19)એ હોસ્ટેલમાં પોતાની રૂમમાં આપઘાત કરી લીધો હતો. આ ઘટનાએ કોલેજ કેમ્પસમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોલેજના વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે કોલેજ સત્તાધીશોની બેદરકારી આ ઘટના માટે જવાબદાર છે. ન્યાય નહીં મળે તો ઉગ્રઆંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.
આ પણ વાંચો : Canada: ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતનો કોઈ હાથ નથી: કેનેડિયન કમિશન
શિક્ષક દ્વારા ટોર્ચર કરવામાં આવે છે
વિદ્યાર્થીનીની માતાએ પ્રોફેસર અને કોલેજ ઉપર ટોર્ચર કરવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. પોતાની દિકરી ક્યારેય આપઘાત કરે નહિ તેને પરેશાન કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો બીજી તરફ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. વિદ્યાર્થીની રૂમની લાઇટો બંધ કરી દેવાઇ હતી. વિદ્યાર્થીનીને બચાવવાનો કોઈ પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા નથી. પ્રિન્સીપાલ અડધો કલાક સુધી રૂમમાં બેસી રહ્યા છતાં તેમણે આ બાળાને બચાવવાનો કોઈ પ્રયાસ કર્યો નથી.
વિદ્યાર્થીનીના આપઘાત બાદ ભારે હોબાળો
વિદ્યાર્થિનીએ આપઘાત કરતાં વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને હોસ્ટેલ તેમજ કોલેજમાં ટોર્ચર કરવામાં આવી રહ્યા છે તેવા પણ આપેક્ષો કર્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા જે શિક્ષક દ્વારા ટોર્ચર કરવામાં આવે છે તેને સસ્પેન્ડ કરવામાં આવે એવી માગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ દ્વારા આવેદન તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે ટ્રસ્ટીમંડળને આપવામાં આવશે. એમાં કોલેજમાં વિદ્યાર્થીઓને પડતી તમામ સમસ્યાઓ રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : RAJKOT: દલાલીનું કામ કરતી પોલીસ, ઉદ્યોગપતિને હાઇકોર્ટે ફટકારી આજીવન કેદની સજા
કોલેજના સત્તાધીશોએ આક્ષેપોને નકારી કાઢ્યા
જ્યારે કોલેજના સત્તાધીશોએ તમામ આક્ષેપો નકારી દીધા છે. વિદ્યાર્થીની માટે સંવેદના વ્યક્ત કરી હતી ઉપરાંત બાંહેધરી પણ આપી હતી કે જે પણ વ્યક્તિ દોષીત હશે તેની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક રીતે તો જવાબદારોને સસ્પેન્ડ કરી દેવાયા હોવાનું પણ જણાવ્યું હતું.જો કે સમગ્ર મામલે પીડિતાના પરિવાર દ્વારા ઉગ્રરજુઆત બાદ પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં કોલેજના પ્રિન્સિપાલ અને ત્રણ પ્રોફેસરને આરોપી બનાવાયા છે.
આ પણ વાંચો : Mahakumbh : 27 વર્ષ પછી મહાકુંભમાં મળ્યા પતિ, અઘોરી અવતાર જોઈને પત્ની ચોંકી ગઈ!


