Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકોટમાં મહિલા લેબ ટેક્નિશિયનનો આપઘાત

અહેવાલ---રહીમ લાખાણી, રાજકોટ રાજકોટ શહેરમાં ગોંડલ રોડ પર આવેલી ઓર્ચીડ હોસ્પિટલમાં લેબોરેટરીમાં નોકરી કરતી યુવતીએ પોતાની જાતે હાથે તેમજ પગે કોઈ તીક્ષ્ણ વસ્તુ વડે છરકા કરતા તેને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાઈ હતી ત્યાં તેણીનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ...
રાજકોટમાં મહિલા લેબ ટેક્નિશિયનનો આપઘાત
Advertisement

અહેવાલ---રહીમ લાખાણી, રાજકોટ

રાજકોટ શહેરમાં ગોંડલ રોડ પર આવેલી ઓર્ચીડ હોસ્પિટલમાં લેબોરેટરીમાં નોકરી કરતી યુવતીએ પોતાની જાતે હાથે તેમજ પગે કોઈ તીક્ષ્ણ વસ્તુ વડે છરકા કરતા તેને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાઈ હતી ત્યાં તેણીનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું.આ અંગે ભક્તિનગર પોલીસના સ્ટાફે બનાવનું કારણ જાણવા તજવીજ આદરી છે.

Advertisement

વહેલી સવારે કર્યો આપઘાત

Advertisement

વધુ વિગતો મુજબ,ભક્તિનગર સર્કલ પાસે જયનાથ હોસ્પિટલમાં પૂતળીબાઈ હોસ્ટેલમાં રહેતી મૂળ ગોંડલના મોટા દડવાની વતની જલ્પાબેન મનુભાઈ ચાવડા(આહીર)(ઉ.વ.28) આજે વહેલી સવારે ચારેક વાગ્યે પોતાની જાતે પોતાના ઘરે હાથે અને પગે કોઈ તીક્ષ્ણ વસ્તુના છરકા કરતા તેણીને તેમની સહેલીઓ દ્વારા લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાઇ હતી.ત્યાં તેણીનું ટૂંકી સારવાર દરમિયાન સાતેક વાગ્યે મૃત્યુ નીપજ્યું હતું.

પોલીસે તપાસ શરુ કરી

તેણી એક ભાઈ બે બહેનમાં મોટી અને પિતા ખેતીકામ કરે છે.તેમના પરિવારના જણાવ્યા મુજબ,જલ્પા અપરિણીત હતી અને તે ગોંડલ રોડ પર આવેલી મધુરમ હોસ્પિટલની બાજુમાં ઓર્ચીડ હોસ્પિટલમાં લેબોરેટરી ટેક્નિશિયન તરીકે નોકરી કરતી હતી.તેણીના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.આ બનાવમાં ભક્તિનગર પોલીસમાં પીઆઇ સરવૈયાની રાહબરીમાં હેડકોન્સ્ટેબલ પ્રશાંતસિંહ અને સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને આ બનાવનું કારણ જાણવા હાલ તપાસ જારી રાખી છે.

આ પણ વાંચો----PM મોદી અંબાજી અપડેટ: ચીખલા ખાતે 4 હેલિપેડ બન્યા, માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ

Tags :
Advertisement

.

×