Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Himmatnagar ના મોતીપુરાની હોટલમાં થઈ મારામારી, પોલીસે બેની અટકાયત કરી

Himmatnagar: હિંમતનગર (Himmatnagar)ના મોતીપુરા વિસ્તારમાં આવેલ એક વેજ અને નોનવેજની હોટલમાં સોમવારે રાત્રે આવેલા કેટલાક અસામાજીક તત્વોએ ગમે તે કારણસર ઝઘડો કરીને દેકારો મચાવી દીધો હત. ત્યારબાદ આ અસામાજીક તત્વોએ હોટલમાં તથા બહાર રખાયેલ બેસવા માટેના ખાટલા તથા ટેબલની તોડફોડ...
himmatnagar ના મોતીપુરાની હોટલમાં થઈ મારામારી  પોલીસે બેની અટકાયત કરી
Advertisement

Himmatnagar: હિંમતનગર (Himmatnagar)ના મોતીપુરા વિસ્તારમાં આવેલ એક વેજ અને નોનવેજની હોટલમાં સોમવારે રાત્રે આવેલા કેટલાક અસામાજીક તત્વોએ ગમે તે કારણસર ઝઘડો કરીને દેકારો મચાવી દીધો હત. ત્યારબાદ આ અસામાજીક તત્વોએ હોટલમાં તથા બહાર રખાયેલ બેસવા માટેના ખાટલા તથા ટેબલની તોડફોડ કરી દેતાં એ-ડીવીઝન પોલીસે આવીને બે અસામાજીક તત્વોને ઝડપી લીધા હતા. જે પૈકી એક ભાગી ગયો હતો જયારે હુમલાનો ભોગ બનેલ એક વ્યક્તિને સારવાર માટે મોકલી અપાયો હતો. જોકે હજુ સુધી કોઈ પોલીસ ફરીયાદ નોંધાઈ નથી.

હોટલ માલિક સાથે ઝઘડો થતા થઈ હતી બોલાચાલી

આ અંગે આધારભુત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, સોમવારે રાત્રે મોતીપુરામાં આવેલ સોલંકી હોટલમાં રાબેતા મુજબ કેટલાક ગ્રાહકો જમવા માટે આવ્યા હતા. દરમિયાન આ વખતે ત્રણ શખ્સોએ આવીને ગમે તે કારણસર હોટલ માલિક સાથે ઝઘડો કરીને બોલાચાલી કરી હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલા આ અજાણ્યા શખ્સોએ હોટલના રસોડામાં જઈને તોડફોડ કરી હતી. ઉપરાંત હોટલની બહાર મુકાયેલ ખાટલા તથા ટેબલો પણ રફેદફે કરીને નુકશાન પહોંચાડ્યુ હતુ.

Advertisement

ઈજા પામેલ એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

બીજી તરફ નેશનલ હાઈવેને અડીને આવેલ આ હોટલમાં ઝઘડો થયા બાદ ચકચાર મચી ગઈ હતી. જે અંગે એ-ડીવીઝન પોલીસને જાણ થતાં પોલીસ કુમુક દોડી આવી હતી અને શંકાને આધારે બે જણાની અટકાયત કરી લીધી હતી, પરંતુ ગમે તે કારણસર પકડાયેલા પૈકી એક શખ્સ ભાગી ગયો હતો. જયારે ઈજા પામેલ એક વ્યક્તિને સારવાર માટે ખસેડાયો હતો. સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા બાદ પોલીસ વધુ તપાસ કરી રહી છે. જોકે આ ઘટના અંગે મંગળવાર સાંજ સુધીમાં કોઈ સત્તાવાર ફરીયાદ નોંધાઈ નથી.

Advertisement

અહેવાલ: યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો: Bharuch: Gujarat First નું મેગા ઓપરેશન! ભરૂચ જિલ્લાના પાણીપુરીના સ્વાદ પ્રેમીઓ માટે ચોંકાવનારા દ્રશ્યો

આ પણ વાંચો: Gondal: એક-બે નહીં પણ આઠ વેપારીઓ સાથે છેતરપિંડી! રૂપિયા 18.84 કરોડની ઠગાઈ કરી ગઠિયો ફરાર

આ પણ વાંચો: Ahmedabad: સાઉથ બોપલમાં નવ પરિણીતાએ કરી આત્મહત્યા, પોલીસે પરિવારની પૂછપરછ હાથ ધરી

Tags :
Advertisement

.

×