ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat :ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય આપવાની પહેલ કરનાર દેશનું સૌપ્રથમ રાજ્ય

કૃષિલક્ષી યોજનાઓની માહિતી ફોનના માધ્યમથી સરળતાથી મેળવી શકે તેવા શુભ આશય સાથે આ યોજના અમલમાં આવી
12:13 PM Mar 12, 2025 IST | Kanu Jani
કૃષિલક્ષી યોજનાઓની માહિતી ફોનના માધ્યમથી સરળતાથી મેળવી શકે તેવા શુભ આશય સાથે આ યોજના અમલમાં આવી

Gujarat વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી  રાઘવજી પટેલે (Raghavji Patel) જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના માર્ગદર્શન હેઠળ ગુજરાતે દેશમાં સૌપ્રથમવાર ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી પર સહાય આપવાની યોજના શરૂ કરી છે. છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના ૨,૨૪૬ ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ રૂ.100 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

Gujarat ના ખેડૂતો હવામાન-વરસાદની આગાહી, સંભવીત રોગ-જીવાત ઉપદ્રવ અને તેના નિયંત્રણ માટેની માહિતી, ખેડૂત ઉપયોગી પ્રકાશનો, નવીનતમ ખેત પદ્ધતિ તેમજ સરકારની કૃષિલક્ષી યોજનાઓની માહિતી ફોનના માધ્યમથી સરળતાથી મેળવી શકે તેવા શુભ આશય સાથે આ યોજના અમલમાં આવી છે, તેમ તેમણે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં ગુજરાતનાં ખેડૂતો મોબાઈલ એપ્લીકેશન પર નોંધણી કરીને પોતાના ખેતરને જીઓ રેફેરેંસિન્ગ Geo referencing દ્વારા માર્ક કરી શકશે. સેટેલાઇટ ઇમેજ પ્રોસેસીંગના માધ્યમથી ખેડૂતોને ખેતરમાં વાવેતર કરેલા પાકના સ્વાસ્થ્યની વિગત સમગ્ર સીઝન દરમિયાન મળશે. મોબાઇલ એપ પર ખેડૂતે વાવેતર કરેલ પાકની વાવણીથી લઇ કાપણી સુધીની એગ્રોનોમિકલ પ્રેકટાઇસીસ Agronomical Practicesપણ જોઇ શકાશે અને તેને અનુરૂપ ખેત કાર્યોને સારી રીતે અમલમાં મૂકી શકશે. જેથી સમયસર આગોતરા પગલા લઇ ખેડૂતો તેમની આવકમાં વધારો કરી શકશે.

આ પણ વાંચો- Gujarat : વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીને લઈ માર્ગ મોકળો

Tags :
Agronomical PracticesCM Bhupendra PatelGeo referencingGujaratRaghavji Patel
Next Article