Sabarkantha: પશુપાલકો થઈ જાય સાવધાન! બુલેટ ઘાસ ખાતા 5 દુઝણી ગાયો મોતને ભેટી
- સાબરકાંઠા જિલ્લાના રાયગઢમાં પાંચગાયોનું મોત
- પશુપાલન પર નભતા પરિવાર પર મોટી આફત આવી
- અડપોદરા ગામે પણ બુલેટ ઘાસ ખાવાને કારણે બે ગાયોના મોત
Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા અનેક મધ્યમ પરિવારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. ગુરૂવારે હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે રહેતા એક પશુપાલકની પાંચ ગાયોએ બુલેટ ઘાસ(નેપિયર) ખાતા ફુડપોઈઝન થવાથી તેમના મોત નિપજયા હતા. જોકે, ગાયોને ફુડપોઈઝનની અસર થતાં સાબરડેરીમાંથી તથા સ્થાનિક કક્ષાએથી પશુધન નિરીક્ષકને બોલાવાયા હતા. પરંતુ સારવાર કરવા છતાં ગાયોને બચાવવામાં સફળતા મળી ન હતી.
આ અંગે રાયગઢ દૂધ મંડળીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા રમેશભાઈ પટેલે શુક્રવારે એક વાતચીતમાં જણાવ્યું હતું કે રાયગઢ ગામમાં રહેત રમેશભાઈ વિરસંગભાઈને ઓછી જમીન હોવાથી તેઓએ પરિવારના ગુજરાન માટે પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો. જેમાં તેમણે અંદાજે રૂપિયા 70 હજારની કિંમતની એક એવી પાંચ ગાયો રાખી હતી. ત્યારબાદ ગુરૂવારે તેમણે પોતાની પાંચ દુઝણી ગાયોને બુલેટ ઘાસ ખવડાવ્યું હતું ત્યારબાદ ફુડપોઈઝન થવાથી થોડાક જ સમયમાં આ પાંચેય ગાયોના મોત નિપજયા હતા.
આ પણ વાંચો: Bharuch : પનીરની સબ્જીમાંથી ચિકનનાં ટુકડા નીકળવા મામલે રેસ્ટોરન્ટ સામે મોટી કાર્યવાહી
હિંમતનગરના એક ગામમાં 2 ગાયોનું મોત થયું હોવાનો દાવો
આ ઉપરાંત હિંમતનગર તાલુકાના અડપોદરા ગામે પણ ગુરૂવારે બુલેટ ઘાસ ખાવાને કારણે બે ગાયોના મોત થયા હોવાનો સેક્રેટરી રમેશભાઈએ દાવો કર્યો હતો. તેમના જણાવ્યાં મુજબ જો પશુપાલક આ બુલેટ ઘાસ અલ્પવિકસીત (કુણું) હોય ત્યારે તેના ડુંડામાં પશુઓ માટે ખતરારૂપ ગણાતા ઝેરી તત્વો હોવાને લીધે જો પશુને ખવડાવવામાં આવે તો તેના શરીરમાં ફુડપોઈઝન થતાં મોતને ભેટે છે.રાયગઢ ગામે પાંચ પશુના મોતથી આફતમાં આવેલા રમેશભાઈ પટેલે વિમો લીધો હતો પરંતુ તેનું પ્રિમિયમ ઓછુ હોવાને કારણે નવી ગાયો ખરીદવા માટે વધુ રકમ ઉમેરવી પડે તેમ છે. તેમ છતાં અત્યારે આ પશુપાલકને અંદાજે રૂપિયા 03.50 લાખથી વધુનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો: Himmatnagar : આવી ધાંધલી! Parle નાં ક્રેકજેક બિસ્કીટનાં પેકેટ અંગે ગ્રાહકે કર્યો ચોંકાવનારો દાવો
પશુપાલકોએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર
ઉલ્લેખનીય છે કે, ગામડાઓમાં રહેતા પશુપાલકો પોતાના પશુઓની તંદુરસ્તી માટે તથા જરૂરી ઘાસ મળે તે માટે લીલા ઘાસચારાનો આશરો લે છે. જો કોઈ, પશુપાલક બુલેટ ઘાસ ખવડાવવા માંગતા હોય તો તે ઘાસ જયારે વિકસિતત બની જાય ત્યારે ઘાસનો ઉપરનો થોડોક ભાગ કાપીને નાખી દેવો જોઈએ તે પછી બાકીના ઘાસનો ઉપયોગ કરવો હિતાવહ છે. પરંતુ અત્યારે અહીં આ ગામમાં પાંચ ગાયોના મોતને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
અહેવાલ: યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


