લોકસાહિત્યકાર MayaBhai આહિરની તબિયત લથડી! જોકે, ચાહકોએ ચિંતા કરવાની જરૂર નથી
- માયાભાઈ આહિરની તબિયત અચાનક લથડી: સૂત્રો
- ચાલુ કાર્યક્રમે માયાભાઈની તબિયત લથડતા શ્રોતાઓમાં ચિંતાઓ
- અનુપમ પ્રાથમિક શાળાના લોકાર્પણ પ્રસંગે હતો કાર્યક્રમ
MayaBhai: મહેસાણાના કડીના ઝુલાસણમાં પોતાના કાર્યક્રમ લોકડાયરા દરમિયાન માયાભાઈ આહિરની તબિયત અચાનક લથડી હોવાના સમાચાર સામે આવ્યાં છે. સ્વાભાવિક છે કે, ચાલુ કાર્યક્રમે માયાભાઈની તબિયત લથડતા શ્રોતાઓમાં ચિંતાઓ જોવા મળી હતી. મહેસાણાના કડીના ઝુલાસણમાં અનુપમ પ્રાથમિક શાળાના લોકાર્પણ પ્રસંગે કાર્યક્રમ હતો ત્યારે તેમની તબિયત અચાનક લથડી હતી.
અનુપમ પ્રાથમિક શાળાના લોકાર્પણ પ્રસંગે હતો કાર્યક્રમ
જો કે, અત્યારે માયાભાઈ આહિરના ચાહકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી.માયાભાઈ આહિરને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લાવવા તજવીજ હાથ ધરી દેવામાં આવી છે. જો કે રાહતની વાત એ છે કે, માયાભાઈ આહિરની તબિયતમાં અત્યારે સુધારો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, ચાલુ કાર્યક્રમે માયાભાઈ આહિરની તબિયત લથડતા શ્રોતાઓમાં ચિંતાઓ વ્યાપી ગઈ હતીં.
આ પણ વાંચો: Controversy: રણવીર અલ્હાબાદિયાનો વિવાદ હવે ચરમસીમાએ, શું બોલ્યા ખજૂરભાઈ અને સપના વ્યાસ? જુઓ Video
કાર્યક્રમ બંધ રહેલા માયાભાઈએ માફી પણ માંગી હતી
ચાલુ કાર્યક્રમ દરમિયાન જાહેર કરવામાં આવ્યું હતું કે, તેમની તબિયત સારી ના હોવાના કારણે હોસ્પિટલ જવું પડશે. એટલું જ નહીં પરંતુ ચાલુ કાર્યક્રમ બંધ રાખવો પડ્યો તેના માટે સ્ટેજ પરથી માયાભાઈએ લોકોની માફી પણ માંગી હતી. સૂત્રો દ્વારા માહિતી મળી છે કે, તેમની તબિયતમાં સુધાર આવી ગયો છે, એટલે હવે તેમના ચાહકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો