ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Food Poisoning : કલોલમાં ફૂડ પોઈઝનિંગના કારણે 80થી વધારે લોકો હોસ્પિટલમાં દાખલ

Food Poisoning : ગાંધીનગરના કલોલમાં ફૂડ પોઇઝનિંગની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં 80 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ છે. કલોલમાં ગઇ કાલે મંગળવારના રોજ લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 80 થી વધુ લોકોની તબિયત લથડી હતી. તબિયત લથડતા બિમાર પડેલા...
04:02 PM Jan 24, 2024 IST | Hardik Shah
Food Poisoning : ગાંધીનગરના કલોલમાં ફૂડ પોઇઝનિંગની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં 80 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ છે. કલોલમાં ગઇ કાલે મંગળવારના રોજ લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 80 થી વધુ લોકોની તબિયત લથડી હતી. તબિયત લથડતા બિમાર પડેલા...

Food Poisoning : ગાંધીનગરના કલોલમાં ફૂડ પોઇઝનિંગની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં 80 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ છે. કલોલમાં ગઇ કાલે મંગળવારના રોજ લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 80 થી વધુ લોકોની તબિયત લથડી હતી. તબિયત લથડતા બિમાર પડેલા લોકોને તાત્કાલિકમાં સારવાર અર્થે કલોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

લગ્નમાં જમ્યા અને તબિયત લથડી

કલોલમાં મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડી હતી. મળતી માહિતી અનુસાર, કલોલમાં આવેલા અંજુમન વાડીમાં મંગળવારે મુસ્લિમ સમાજના લગ્નમાં ગયેલા 80 થી વધુ લોકો અચાનક જ બિમાર થઇ ગયા હતા. તબિયત વધારે બગડતા ગઇ કાલે રાત્રે 8 વાગ્યાના રોજ કલોલની સરકારી હોસ્પિટલમાં 50 થી વધારે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમાથી ઘણા દર્દીઓને વધુ અસર હોવાના કારણે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, જે દર્દીઓને ઓછી અસર હતી તેમને જલ્દી જ રજા આપી દેવામાં આવી હતી. મોટી સંખ્યામાં દર્દીઓ આવી જતા કલોલ સરકારી હોસ્પિટલના ડોક્ટર તેમજ કલોલ મામલતદાર અને કલોલ ધારાસભ્ય લક્ષ્મણ. પી. ઠાકોર તેમજ નગરપાલિકાના સ્ટાફ સહિતના લોકો દોડી આવ્યા હતા અને લોકોની મુલાકાત લીધી હતી.

Food Poisoning કેવી રીતે થાય છે?

બગડેલા ખોરાકને કારણે હાનિકારક બેક્ટેરિયા અને વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે. એટલે કે બગડેલો ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. તે મોટે ભાગે તમે શું ખાવો છો તેના પર આધાર રાખે છે. જો ડુંગળીનો ઉપયોગ ભોજનમાં કરવામાં આવે તો ભોજન લાંબા સમય સુધી સારું રહેતું નથી. તે થોડા કલાકોમાં બગડી જાય છે. વાતાવરણમાં ગંદકી હોય તો પણ ફૂડ પોઈઝનિંગ થવાની શક્યતા રહે છે. જો કોઈ વ્યક્તિ બીમાર હોય અને ખોરાકને સ્પર્શ કરે તો પણ તેના શરીરમાંથી જીવાણુઓ તે ખોરાકમાં પ્રવેશ કરે છે અને ખોરાક બગડી શકે છે.

આ પણ વાંચો - Gir Somnath : રસ્તા પર બેસી અભ્યાસ કરવા મજબુર બન્યા બાળકો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
food poisoningGandhinagarGandhinagar KalolGandhinagar NewsGujaratGujarat FirstGujarat NewsKalolKalol Hospital
Next Article