Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot માં પ્રથમ વખત ડોક્ટરની બેદરકારીથી મોતનો ગુનો નોંધાયો, 28 વર્ષીય યુવકે જીવ ગૂમાવ્યા બાદ કાર્યવાહી

Rajkot ડોક્ટરની બેદરકારીથી મોત મામલે રાજકોટમાં (Rajkot)પ્રથમ ફરિયાદ નોંધાઈ છે. સ્કંદ લાઈફ કેર હોસ્પિટલના બે ડોક્ટરો સામે ચાંદનીબેન રેણપરાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે ડો.હાર્દિક સંઘાણી અને વોકાહાર્ટ હોસ્પિટલના ડો.જીગ્નેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને બંને હોસ્પિટલના રેકોર્ડ તપાસવામાં આવી રહ્યા છે.
rajkot માં પ્રથમ વખત ડોક્ટરની બેદરકારીથી મોતનો ગુનો નોંધાયો  28 વર્ષીય યુવકે જીવ ગૂમાવ્યા બાદ કાર્યવાહી
Advertisement
  • ડોક્ટરની બેદરકારીથી મોત મામલે રાજકોટમાં (Rajkot) પ્રથમ ફરિયાદ
  • સ્કંદ લાઈફ કેર હોસ્પિટલ ના બે ડોક્ટરો સામે ફરિયાદ નોંધાઈ
  • ચાંદનીબેન રેણપરાએ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
  • ડો.હાર્દિક સંઘાણી અને વોકાહાર્ટ હોસ્પિટલના ડો.જીગ્નેશ પટેલ સામે ફરિયાદ
  • 28 વર્ષ ના પુત્ર જય ને તાવ આવતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલો
  • પરિવારને જાણ કર્યા વગર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ
  • વોકહર્ટ હોસ્પિટલ માં ટૂંકી સારવાર માં મોત થયું
  • સિવિલ હોસ્પિટલ અધિક્ષક રિપોર્ટમાં બેદરકારીથી મોતનો ઉલ્લેખ

Rajkot: ડોક્ટરની બેદરકારીથી મોત મામલે રાજકોટમાં (Rajkot) પ્રથમ ફરિયાદ નોંધાઈ છે. સ્કંદ લાઈફ કેર હોસ્પિટલના બે ડોક્ટરો સામે ચાંદનીબેન રેણપરાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે ડો.હાર્દિક સંઘાણી અને વોકાહાર્ટ હોસ્પિટલના ડો.જીગ્નેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને બંને હોસ્પિટલના રેકોર્ડ તપાસવામાં આવી રહ્યા છે.

રાજકોટમાં પ્રથમ વખત ડોક્ટરની બેદરકારીથી મોતનો ગુનો નોંધાયો

 મહત્વનું છે કે,રાજકોટમાં ડોક્ટરની બેદરકારીથી દર્દીના મોતનો આ પ્રથમ કેસ છે જેમાં સીધી ફરિયાદ નોંધાઈ છે. સ્કંદ લાઇફ કેર હોસ્પિટલના ડો. હાર્દિક સંઘાણી તથા વોકહાર્ટ હોસ્પિટલના ડો. જીગ્નેશ પટેલ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

Advertisement

પરિવારને જાણ કર્યા વગર દર્દીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ

ફરિયાદી ચાંદનીબેન રેણપરાના 28 વર્ષીય પુત્ર જય રેણપરાને તાવની તકલીફે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સિવિલના ડો. હાર્દિક સંઘાણીએ પરિવારને કંઈ જ જાણ કર્યા વિના દર્દીને સ્કંદ લાઇફ કેર હોસ્પિટલમાં ખસેડ્યો. ત્યાંથી ફરી વોકહાર્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું.સિવિલ હોસ્પિટલના અધિક્ષકના રિપોર્ટમાં સ્પષ્ટપણે ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો ઉલ્લેખ કરાયો છે.

Advertisement

પોલીસે હાથ ધરી તપાસ

પરિવારનો આરોપ છે કે પરવાનગી વગર દર્દીને ખાનગી હોસ્પિટલમાં ખસેડી બિલ વસૂલવા માટે જાણીજોઈને મોતને આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે બંને ડોક્ટર સામે IPC કલમ 304 (A) હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને બંને હોસ્પિટલના રેકોર્ડ તપાસવામાં આવી રહ્યા છે.

હોસ્પિટલ સ્ટાફનું નિવેદન

આ મામલે હોસ્પિટલ સ્ટાફનું નિવેદન પણ સામે આવ્યું છે જેમા તેમણે કહ્યું કે, 'આખી હોસ્પિટલ વિવાદિત છે. હોસ્પિટલ ઇમરજન્સી એક્ઝિટ નથી ત્યારે સવાલ તે થઈ રહ્યા છે કે, ફાયર મળી કે કેમ ? હોસ્પિટલ BU પરમિશન છે કે નહીં? હોસ્પિટલ દુર્ઘટના બને કંઇ થશે તો જવાબદાર કોણ?

વોકહાર્ટ હોસ્પિટલ આગાઉ પણ આવી ચૂકી છે વિવાદમાં

જીગ્નેશ પટેલ વોકહાર્ટ હોસ્પિટલમાં ફરજ બજાવે છે.વોકહાર્ટ હોસ્પિટલ આગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે. જોકે હવે વોકહાર્ટના ડોક્ટર સામે પણ ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો: Bhavnagar: આરોપીને આશરો આપનાર મહિલા કોન્સ્ટેબલ હવે જેલમાંથી ચલાવતી હતી નેટવર્ક!

Tags :
Advertisement

.

×