ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોંગ્રેસના પૂર્વ સાંસદની PM મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી, નોંધાઈ પોલીસ ફરિયાદ

લોકસભાની ચૂંટણી આવતા વર્ષે યોજાવાની છે તે પહેલા તમામ પક્ષ જનતાને પોતાની તરફ ખેંચવાનો ભરપૂર પ્રયત્ન કરે છે. તેમા ઘણીવાર નેતાઓ કઇંક એવું બોલી જતા હોય છે જે વિવાદનું કારણ બની જાય છે. તાજેતરમાં આવું જ કઇંક કોંગ્રેસના નેતા વીરજી...
12:57 PM Dec 24, 2023 IST | Hardik Shah
લોકસભાની ચૂંટણી આવતા વર્ષે યોજાવાની છે તે પહેલા તમામ પક્ષ જનતાને પોતાની તરફ ખેંચવાનો ભરપૂર પ્રયત્ન કરે છે. તેમા ઘણીવાર નેતાઓ કઇંક એવું બોલી જતા હોય છે જે વિવાદનું કારણ બની જાય છે. તાજેતરમાં આવું જ કઇંક કોંગ્રેસના નેતા વીરજી...

લોકસભાની ચૂંટણી આવતા વર્ષે યોજાવાની છે તે પહેલા તમામ પક્ષ જનતાને પોતાની તરફ ખેંચવાનો ભરપૂર પ્રયત્ન કરે છે. તેમા ઘણીવાર નેતાઓ કઇંક એવું બોલી જતા હોય છે જે વિવાદનું કારણ બની જાય છે. તાજેતરમાં આવું જ કઇંક કોંગ્રેસના નેતા વીરજી ઠુંમર સાથે થયું છે. અમરેલીમાં એક સંવાદ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુંમર બેફામ નિવેદનબાજી કરતા જોવા મળ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અશોભનીય ભાષાનો ઉપયોગ કર્યો હતો. શું છે સમગ્ર મામલો આવો જાણીએ આ અહેવાલમાં...

PM મોદી વિરુદ્ધ વીરજી ઠુંમરની અપમાનજનક ટિપ્પણી

એક તરફ દિલ્હીમાં વિરોધ પક્ષના સાંસદોના સસ્પેન્શનથી રાજકારણ ગરમાયું છે તો બીજી તરફ કોંગ્રેસના નેતા દ્વારા ગુજરાતના અમરેલીમાં વડાપ્રધાન મોદી વિશે અભદ્ર ટિપ્પણી આપ્યા બાદ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. તાજેતરમાં વીરજી ઠુંમરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમા તેઓ વડાપ્રધાન મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરતા જોવા મળ્યા છે. તેઓ પોતાના નિવેદનમાં કહી રહ્યાં છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશનો નહી પણ અદાણી અંબાણીનો દલાલ છે. આવા વાણી વિલાસને ભાજપના પદાધિકારીઓ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે. વડાપ્રધાન મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાના પ્રયોગને લઈ કોંગી નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે. બીજી સંસદમાં પણ અદાણી મુદ્દે પ્રશ્ન પૂછતા વિપક્ષના નેતાઓને સંસદમાંથી સસ્પેડ કરવામાં આવ્યાં છે.

વીરજી ઠુંમર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

પોતાના બેફામ નિવેદન બાદ કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુંમર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ભાજપ આ મુદ્દે હવે ઉગ્ર વલણ અપનાવતી જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના ભાજપના મહામંત્રી મેહુલ ધરાજીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમરેલી સીટી પોલીસમાં IPC 499, 500 અને 504 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે. બીજી બાજુ કોંગી નેતા વિરુદ્ધ ફરિયાદના સમાચાર સામે આવતા રાજકરણમાં ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો - Human Trafficking : ફ્રાંસમાં પકડાયેલા વિમાનમાં મહેસાણાના એજન્ટે મોકલેલા પેસેન્જરો મળ્યા

આ પણ વાંચો - AHMEDABAD : શહેરમા વહેલી સવારે ફૂકાયા ઠંડા પવનો, આગામી સમયમાં વધશે ઠંડીનું જોર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AmreliAmreli City PoliceAmreli NewsBJPCongressGujaratGujarat Congress MPGujarat FirstGujarat Newspm modipm narendra modiVirji Thummar
Next Article