Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પતિનું અકસ્માતમાં મોત, શહેરમાં શોકનો માહોલ

Gondal નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ શારદાબેન સાવલિયાના પતિ મનસુખભાઈનું અકસ્માતમાં મોત નિપજ્યું છે
gondal નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પતિનું અકસ્માતમાં મોત  શહેરમાં શોકનો માહોલ
Advertisement

  • Gondal નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પતિનું અકસ્માતમાં મોત
  • પૂર્વ મહિલા પ્રમુખ શારદાબેનના પતિનું અકસ્માતમાં થયું મોત
  • પોલીસે અકસ્માતનો ગુનો નોંઘી વધુ કાર્યવાહી હાથ ધરી છે 

ગોંડલ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ શારદાબેન સાવલિયાના પતિ મનસુખભાઈનું કોટડાસાંગાણી રોડ પર સાંજે સાયકલિંગ કરવાના  સમય  દરમ્યાન કાર ચાલકે હડફેટે લેતા ગોંડલ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા રસ્તામાં જ તેમનું મોત નિપજયું હતું.મનસુખભાઇના અવસાનથી શહેરમાં શોકનું વાતાવણ જોવા મળી રહ્યું છે.

Gondal નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પતિનું મોત 

પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ શહેરમાં એક દુ:ખદ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શારદાબેન સાવલિયાના પતિ મનસુખભાઈ સાવલિયાનું કારની ટક્કરે મોત નીપજ્યું છે. મનસુખભાઈ, જેઓ પોતાની સરળતા અને સૌમ્ય સ્વભાવને કારણે ગોંડલમાં ખૂબ જાણીતા હતા, તેઓ ખુબ દૂરદેંશી સ્થાનિક આગેવાન હતા, તેઓ SRP ગેટ સામે 'જય ગુરુદેવ પ્રોવિઝન સ્ટોર' ચલાવતા હતા.ઘટના અનુસાર, મનસુખભાઈ રોજિંદા નિત્યક્રમ મુજબ કોટડાસાંગાણી રોડ પર સાયકલ લઈને વૉકિંગ માટે નીકળ્યા હતા. આ દરમિયાન મહિલા પોલીસ સ્ટેશન પાસે GJ-03-JR-6523 નંબરની KUV100 કારના ચાલકે તેમને હડફેટે લીધા. અકસ્માતમાં મનસુખભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, પરંતુ વધુ સારવારની જરૂરિયાતને લીધે એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. દુર્ભાગ્યે, રાજકોટ પહોંચે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું.આ ઘટનાએ ગોંડલ શહેરમાં શોકની લાગણી ફેલાવી છે. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે અને કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

Gondal નગરપાલિકાના  પૂર્વ પ્રમુખ ના પતિ મનસુખભાઇનું અકસ્માતમાં મોત 

નોંધનીય છે કે મૃતક મનસુખભાઈના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં સગા સંબંધીઓ, મિત્રો સહિતના લોકો ઉમટી પડ્યા હતા. અકસ્માતના બનાવને લઈને ગોંડલ એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. મનુસુખભાઈને સંતાનમાં બે દીકરા તથા 1 દીકરી હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતના બનાવને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર સિક્સ લેનની કામગીરીને પગલે અવાર નવાર ટ્રાફિક સમસ્યા ઉદભવતી હોય છે ત્યારે મોટા ભાગના વાહન ચાલકો વાયા કોટડાસાંગાણી રોડ થઈને ચાલતા હોવાથી આ રોડ પર અકસ્માતના છાશવારે બનાવો બનતા હોય છે.

અહેવાલ: વિશ્વાસ ભોજાણી 

આ પણ વાંચો:   Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નિમણૂક મામલે યુવરાજસિંહ જાડેજાના ગંભીર આક્ષેપ!

Tags :
Advertisement

.

×