Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Himatnagarમાં પોલીસ-આર્મી જવાન ઘર્ષણ મામલે પૂર્વ સૈનિકો અને સ્થાનિકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું

Himatnagar ના મોતીપુરા વિસ્તારમાં ગત અઠવાડીએ પસાર થઇ રહેલા એક આર્મી જવાન અને ટ્રાફિક પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે
himatnagarમાં પોલીસ આર્મી જવાન ઘર્ષણ મામલે પૂર્વ સૈનિકો અને સ્થાનિકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું
Advertisement
  • Himatnagar માં  પૂર્વ સૈનિકો અને સ્થાનિકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું
  • સોમવારે નિવૃત્ત સૈનિકો અને સ્થાનિકોએ રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું
  • હિંમતનગર-ઇડર હાઇવે ચક્કાજામ થઇ જતા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું

હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ગત અઠવાડીએ પસાર થઇ રહેલા એક આર્મી જવાન અને ટ્રાફિક પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે સોમવારે નિવૃત્ત સૈનિકો અને સ્થાનિકોએ રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યા બાદ તેઓ ફરીથી જિલ્લા પોલીસવડા કચેરી આગળ ઉશ્કેરાટમાં આવી જઇ હિંમતનગર-ઇડર હાઇવે ચક્કાજામ કરી દેતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતુ. જેથી રોડ પરથી અવરજવર કરતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો હતો. જોકે સોમવારે બપોરે મામલો વધુ ગરમાય નહી તે આશ્યથી વહીવટી તંત્રએ વાહન ચાલકો માટે રોડ ડાયર્વટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી વાતાવરણ ઉશ્કેરાટભર્યુ બની ગયુ હતુ.

Himatnagar માં પોલીસ અને આર્મીમેન વચ્ચે ઘર્ષણ થયો હતો

આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત અઠવાડીએ હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાંથી પસાર થઇ રહેલા તલોદ તાલુકાના પોયડા ગામના રહીશ અને આર્મીમાં ફરજ બજાવતા યશપાલસિંહ ઝાલા પોતાની કાર લઇને પસાર થઇ રહ્યા હતા. ત્યારે ટ્રાફિક જવાન હિતેન્દ્રસિંહે અટકાવી કાર પર લગાવાયેલ બ્લેક ફિલ્મ અંગે જરૂરી દસ્તાવેજો રજૂ કરવાની માંગ કરી હતી. પરંતુ આર્મી જવાને ગમે તે કારણસર તે બતાવવાને બદલે ઉધ્ધત વર્તન કરી રાજય સેવકની કામગીરીમાં અડચણ ઉભી કરતાં એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. ત્યારબાદ આ આર્મી જવાન સાથે થયેલી ઝપાઝપીમાં ઇજા થતાં તેઓ સારવાર માટે હિંમતનગર સિવિલમાં દાખલ થયા હતા.

Advertisement

Advertisement

Himatnagar માં પૂર્વ સૈનિકો અને સ્થાનિકોએ કલેકટરને આપ્યું આવેદનપત્ર

તો બીજી તરફ આ મામલે સોમવારે માજી સૈનિકો તથા સ્થાનિકોએ એકજુટ થઇ હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવ્યા બાદ રેલી સ્વરૂપે તેઓ પોલીસવડા કચેરી આગળથી પસાર થઇને જિલ્લા કલેકટર કચેરીમાં પહોંચ્યા હતા. જયાં આવેદનપત્ર આપ્યા બાદ તેઓ ફરીથી પોલીસવડા કચેરી આગળ આવી બેસી ગયા હતા તથા હોબાળો કરીને હિંમતનગર-ઇડર હાઇવેને બાનમાં લઇ ચક્કાજામ કરી દીધો હતો. જેથી વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યુ હતુ. આ લખાય છે ત્યારે સાંજે ૫ વાગ્યાના સુમારે જિલ્લા પોલીસવડા કચેરી આગળ બેસી રહ્યા હતા ત્યારે કેટલાક અગ્રણીઓએ જિલ્લા પોલીસવડાની મુલાકાત લઇને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ચાર દિવસમાં કાર્યવાહી કરવાની હૈયાધારણ અપાઇ

આર્મી જવાન અને ટ્રાફિક પોલીસ જવાન વચ્ચે થયેલા ઘર્ષણ બાદ મામલો ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે જિલ્લા કલેકટર નારાયણસિંઘ સાદુને આવેદનપત્ર આપ્યા બાદ જિલ્લા કલેકટરે આગામી ચાર દિવસમાં કાર્યવાહી કરવાની હૈયાધારણ આપી હતી. તેમ છતાં કેટલાક નિવૃત્ત આર્મી જવાનોએ આજે જ ગુનો દાખલ કરવાની જીદ પકડી હતી. જેથી હવે આ મામલામાં કેવો વળાંક આવશે તે જોવાનું રહ્યું.

ટ્રાફિક ડાયર્વટ કરાયો

માજી સૈનિકોએ રેલી કાઢી કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી ફરીથી પોલીસવડા કચેરી આગળ આવી બેસી જઇ સુત્રોચ્ચાર અને તિરંગા સાથે વિરોધ પ્રદર્શન કરવાનું ચાલુ રાખતા વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિકને ડાયર્વટ કર્યો હતો અને ઇડર તરફથી હિંમતનગર તથા હિંમતનગરથી ઇડર જતાં વાહન ચાલકોને બાયપાસ થઇને જવાનો વિકલ્પ આપ્યો હતો. જયારે કેટલાક વાહન ચાલકો પોલોગ્રાઉન્ડ ગલીમાં થઇને શહેરી વિસ્તારમાં પ્રવેશ્યા હતા.

વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ, બાળકો અને યુવાનો ઉમટયા

આર્મી જવાન અને ટ્રાફિક પોલીસ વચ્ચે થયેલા વિવાદ બાદ સોમવારે નિકળેલી રેલીમાં નાના બાળકો, મહિલાઓ અને યુવાનોએ સુત્રોચ્ચાર કરીને ટ્રાફિક જવાન વિરૂધ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ પર અડગ રહેતા નિવેડો કયારે આવે છે તે જોવાનું રહ્યું

 અહેવાલ - યશ ઉપાધ્યાય,સાબરકાંઠા

આ પણ વાંચો:   Jamnagar : બિસ્માર રોડ, મસમોટા ખાડાઓની સમસ્યા સામે અનોખો વિરોધ, આંદોલનની પણ ચીમકી

Tags :
Advertisement

.

×