Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ખેડબ્રહ્મામાં મકાન ભાડે આપવાનો ભરોસો આપી રૂ.13 લાખની છેતરપીંડી, 2 લોકો વિરૂદ્ધ ફરિયાદ

Khedbrahma : ખેડબ્રહ્મામાં આવેલું એક મકાન 6 વર્ષ અગાઉ વિસનગર (Visnagar) ના 2 શખ્સોએ વેચાણ આપવાનો ભરોસો આપીને ખરીદવા માંગતા રહીશ પાસેથી ચેક તથા રોકડ (check and cash) રૂ.9.50 લાખ લીધા હતા. તેમજ મકાનમાં રૂ.3.50 લાખનું કામ કરાવ્યું હતું. ત્યારબાદ રૂ.13...
ખેડબ્રહ્મામાં મકાન ભાડે આપવાનો ભરોસો આપી રૂ 13 લાખની છેતરપીંડી  2 લોકો વિરૂદ્ધ ફરિયાદ
Advertisement

Khedbrahma : ખેડબ્રહ્મામાં આવેલું એક મકાન 6 વર્ષ અગાઉ વિસનગર (Visnagar) ના 2 શખ્સોએ વેચાણ આપવાનો ભરોસો આપીને ખરીદવા માંગતા રહીશ પાસેથી ચેક તથા રોકડ (check and cash) રૂ.9.50 લાખ લીધા હતા. તેમજ મકાનમાં રૂ.3.50 લાખનું કામ કરાવ્યું હતું. ત્યારબાદ રૂ.13 લાખ લઈ લીધા બાદ વેચાણ દસ્તાવેજ કરાવ્યો હોવા છતાં આજ મકાન પેટે ફરીથી કરાર કર્યા હતા. પરંતુ મકાનનો કબ્જો ન આપી આ બંને જણાએ વિશ્વાસઘાત અને છેતરપીંડી (Fraud) કરતા ગુરૂવારે બંને વિરૂદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન (Khedbrahma police station) માં ફરીયાદ નોંધાવાઈ હતી.

આ અંગે ખેડબ્રહ્મા (Khedbrahma) માં રહેતા પ્રફુલકુમાર હેમરાજભાઈ માળીએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત તા.15-12-2018 ના રોજ ખેડબ્રહ્મામાં આવેલ શ્રી બંગ્લોઝ સ્થિત 66 નંબરનું મકાન વેચાણ આપવા માટે વિસનગરના બળદેવભાઈ ગંગારામ પ્રજાપતિ (Baldevbhai Gangaram Prajapati) અને કાનજીભાઈ ગંગારામ પ્રજાપતિ (Kanjibhai Gangaram Prajapati) એ વેચાણ આપવાનો વિશ્વાસ આપી ભરોસો આપ્યો હતો. ત્યારબાદ મકાનની કિંમત પેટે ચેક તથા રૂ.9.50 લાખ રોકડા લીધા હતા.

Advertisement

સાથો સાથ મકાન નંબર 66 માં રૂ.3.50 લાખનું કામ કરાવી કુલ રૂ.13 લાખ પ્રફુલકુમાર માળી (Prafulkumar Mali) પાસેથી લઈ લીધા હતા. તેટલું જ નહીં વર્ષ 2021 માં વેચાણ દસ્તાવેજ (sale documents) કરી આપ્યો હોવા છતાં આ બંને જણાએ વર્ષ 2022 માં આજ મકાન પેટે ફરીથી કરાર કરી આપ્યો હતો, તેમ છતાં મકાનનો કબ્જો ન આપી આ બંને જણાએ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. જેથી પ્રફુલકુમાર માળીએ કંટાળીને બંને વિરૂદ્ધ ગુરૂવારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Advertisement

અહેવાલ - યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો - Amreli Congress Crisis: અમરેલીમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં આવ્યો ધરતીકંપ

આ પણ વાંચો - Sola Civil Doctors: GMERS ના રેસીડેન્ટ તબીબોમાં રોષ, હોસ્ટેલ ફી પેટે માસિક રૂ. 3000 ચૂકવવાનો પરિપત્ર

આ પણ વાંચો - CM Bhupendra Patel: રાજ્યના તમામ જિલ્લાઓ માટે સુવિધાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનો મહત્વનો નિર્ણય

Tags :
Advertisement

.

×