Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : મોબાઈલ પરત નહી આપતા મિત્રએ જ કરી મિત્રની હત્યા

અહેવાલ - દિનેશ મકવાણા - ભરૂચ ભરૂચ જિલ્લાના દહેજ પંથકની લેબર કોલોનીમાં એક રૂમમાં આરામ કરી રહેલા ૨ મિત્રો વચ્ચે મોબાઈલ બાબતે મારામારી થતા મિત્રએ જ મિત્રને નજીકમાં પડેલો સિમેન્ટ કોંક્રીટનો બ્લોક મોઢા અને માથાના ભાગે મારી હત્યા કરતા પોલીસે...
bharuch   મોબાઈલ પરત નહી આપતા મિત્રએ જ કરી મિત્રની હત્યા
Advertisement

અહેવાલ - દિનેશ મકવાણા - ભરૂચ

ભરૂચ જિલ્લાના દહેજ પંથકની લેબર કોલોનીમાં એક રૂમમાં આરામ કરી રહેલા ૨ મિત્રો વચ્ચે મોબાઈલ બાબતે મારામારી થતા મિત્રએ જ મિત્રને નજીકમાં પડેલો સિમેન્ટ કોંક્રીટનો બ્લોક મોઢા અને માથાના ભાગે મારી હત્યા કરતા પોલીસે મૃતદેહનો કબજો લઈ હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે

Advertisement

ભરૂચ દહેજ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદી સુશીલકુમાર માર્કંડે પાંડેએ કે જેઓ સિનિયર સુપરવાઇઝર છે અને તેઓએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે કંપનીમાં નોકરી ઉપર ગયેલ અને કંપનીમાં મજૂરોની હાજરી પૂરેલી હતી જેમાં 38 મજુરો કામ ઉપર આવેલા હતા અને સિક્યુરિટી કેબિન બને છે ત્યાં ટાઇલ્સ અને પ્લાસ્ટરનું કામ ચાલે છે ત્યાં દેખરેખ કરતો હતો.

Advertisement

તમામ મજૂરોની હાજરી જોતા રવિન્દ્ર ફાઘસિંહનો તથા સુશીલ કુમારના આવું કામ ઉપર આવેલ ન હતા અને સુપરવાઇઝરે વિરેન્દ્રને પૂછતા તેઓએ રૂમ ઉપર છે તેમ જણાવ્યું હતું અને તેના ઘરે તપાસ કરતા સુનિલકુમાર દેમનરામનો લોહી લુહાણ હાલતમાં મરણ ગયેલ હાલતમાં પડેલ હતો અને નજીક જઈને જોયું તો તેના માથાના ડાબા કાનના ઉપરના ભાગે મોટો લાંબો ઊંડો ઘા પડેલ હતો અને ડાબી સાઈડનું મોઢું દબાઈ ગયેલ હતું અને તે મરણ ગયેલ હાલતમાં હતો.

મોબાઈલ પરત નહી આપતા ઝઘડો થયો
તપાસ કરતા સુપરવાઇઝર વિરેન્દ્ર કુશવાહનાઓ તથા રવિન્દ્રની રૂમમાં રહેતા માણસોએ જણાવેલ કે આપણી સાથે કોન્ટ્રાક્ટમાં કામ કરતા લેબર રવિન્દ્ર ફાદસીહના કપડા લોહી વાળા છે જેથી લેબર રવિન્દ્ર ફાઘસીને પૂછતા તેણે જણાવેલ કે અમે બંને જણા એક રૂમમાં આરામ કરતા હતા. તે વખતે સુશીલ કુમારે મારો મોબાઇલ લઈ લીધેલ અને પાછો માંગતા આપેલ ન હતો જેથી અમારા બંને વચ્ચે મારા મારી થઈ અને ગાળા ગાડી થઈ હતી અને બંને વચ્ચે મારા મારીમાં રવિન્દ્રએ અચાનક ગુસ્સામાં આવી નજીકમાં રહેલા સિમેન્ટ કોર્કિટનો બ્લોક ઊંચકીને સુસીલને માથાના ભાગે અને મોઢાના ભાગે મારી દેતા તેને માથામાંથી લોહી નીકળ્યું હતું અને તળપડીયા મારી તે મૃત્યુ પામ્યો હતો તેમ કહેતા પોલીસે તાત્કાલિક હત્યાનો ગુનો કબૂલ કરનાર રવિન્દ્ર સિંહ ફાઘસિંહ ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : આલીશાન મહેલને પણ ટક્કર મારે તેવુ છે ગીતાબેન રબારીનું નવું ઘર, જુઓ તસવીરો

Tags :
Advertisement

.

×