ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gadhada: ઢસા જંકશન ખાતે આવેલ મોગલ ધામ મંદિરમાં ચોરી, ઘટનાના CCTV આવ્યા સામે

Gadhada: Gadhada: ગઢડાના ઢસા જંક્શન ખાતે આવેલા મોગલ ધામ મંદિરમાં ચોરીની ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. ઢસા જંક્શન ખાતે આવેલા મોગલ ધામ મંદિરમાં થયેલી ચોરીની ઘટનાને લઈને સીસીટીવી વીડિયો સામે આવ્યાં છે.
02:48 PM Nov 30, 2024 IST | VIMAL PRAJAPATI
Gadhada: Gadhada: ગઢડાના ઢસા જંક્શન ખાતે આવેલા મોગલ ધામ મંદિરમાં ચોરીની ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. ઢસા જંક્શન ખાતે આવેલા મોગલ ધામ મંદિરમાં થયેલી ચોરીની ઘટનાને લઈને સીસીટીવી વીડિયો સામે આવ્યાં છે.
Gadhada
  1. મંદિરમાં મોડી રાત્રે બની હતી ચોરીની ઘટના
  2. મંદિરમાં થયેલી ચોરીની ઘચના CCTV માં થઈ કેદ
  3. હોમગાર્ડ જવાનોને ચોરને ઝડપી ઢસા પોલીસ હવાલે કર્યો

Gadhada: ગઢડાના ઢસા જંક્શન ખાતે આવેલા મોગલ ધામ મંદિરમાં ચોરીની ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. ઢસા જંક્શન ખાતે આવેલા મોગલ ધામ મંદિરમાં થયેલી ચોરીની ઘટનાને લઈને સીસીટીવી વીડિયો સામે આવ્યાં છે. વિગતો એવી પણ સામે આવી છે કે, મોડી રાત્રે આ મંદિરમાં ચોરીની ઘટના બની હતી. જેમાં એક સગીર યુવક મંદિરમાં રહેલ દાન પેટી તોડી તેમાં રહેલ રૂપિયા લેતો cctv માં કેદ થયો છે.

આ પણ વાંચો: VADODARA : ભગવા વસ્ત્રો ઉતારી સાધુએ યુવતિ સાથે રીલેશનશિપ રાખી

ઢસા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

નોંધનીય છે કે, ચોરી કરી જતા સમયે શંકાના આધારે હોમગાર્ડ જવાનોએ તેને રોક્યો અને તપાસ કરી હતી. જેથી આ સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાયો હતો. હોમગાર્ડ જવાનોને ચોરને રોકડ રકમ સાથે ઝડપી પાડીને ઢસા પોલીસ હવાલે કર્યો છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યાં ચોરીની ઘટના સ્પષ્ટ રૂપે દેખાઈ આવી છે, ઢસા પોલીસે અત્યારે આ મામલે આગળની તપાસ હાથ ધરી દીધે છે.

આ પણ વાંચો: Surat: સચિન પાલીમાં એકસાથે ત્રણ બાળકોના મોત, રાત્રે ખાધો હતો આઈસ્ક્રીમ

સગીર વયના છોકરાને ચોરી કરવાની કેમ જરૂર પડી?

અહીં મોટો સવાલ એ છે કે,સગીર વયના છોકરાને આખરે ચોરી કરવાની કેમ જરૂર પડી? જે ઉંમરે શિક્ષણ લેવાનું હોય તે ઉંમરે બાળકને ચોરી જેવો ગુનાહિત રસ્તો કેમ પસંદ કરવો પડ્યો? આ મામલે પણ તપાસ થવી અનિવાર્ય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગુનો થયો એ મામલે તો તપાસ થવી જ જોઈએ પણ ગુનો થવા પાછળના કારણ મામલે પણ તપાસ કરવી જોઈએ. કારણે કે, આ ઉંમરે આવી પ્રવૃત્તિઓમાં પ્રવૃત થયા છે, તો પછી ભવિષ્યમાં કઈ મોટું પણ થઈ શકે છે. જેથી બાળકોના મનમાંથી ગુનાહિત વિચારોને નાબુદ કરવાની જરૂર છે.

આ પણ વાંચો: Porbandar: ઇન્ડિયન આર્મીનો યુનિફોર્મ પહેરીને ફરી રહ્યો હતો યુવક, SOG એ ઝડપ્યો તો જાણવા મળ્યું કે...

Tags :
Cctv FootageGadhadaGadhada Dhasa JunctionGadhada Dhasa Junction TempleGadhada Templemogal Dham templmogal Dham templ Theft incidentmogal Dham templemogal Dham temple Dhasamogal Dham temple GadhadaTheft incidentTheft incident CCTV footage
Next Article