Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને 'DISHA' ની બેઠક યોજાઈ

વિકાસ કાર્યક્રમોની પ્રગતિ પર મોનિટરિંગ, તેનો કાર્યક્ષમ અને અસરકારક રીતે અમલ થાય તે સુનિશ્ચિત કરવામાં દિશા સમિતિઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
gandhinagar   કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને  disha  ની બેઠક યોજાઈ
Advertisement
  1. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને DISHAs ની બેઠક યોજાઈ (Gandhinagar)
  2. વિકાસ કાર્યો નિર્દિષ્ટ સમય મર્યાદામાં પૂરા થાય તે માટે ઉપસ્થિત સૌને જરૂરી દિશાનિર્દેશ આપ્યા
  3. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કેન્દ્ર સરકારની યોજનાઓ સેચ્યુરેશન પોઇન્ટ સુધી પહોંચે તે પ્રયાસો કરવા માર્ગદર્શન આપ્યું
  4. આ બેઠકમાં સાંસદ, ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર, વિકાસ અધિકારી, નગરપાલિકા પ્રમુખો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

Gandhinagar : આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમ જ સહકાર મંત્રી અમિતભાઈ શાહના (Amitbhai Shah) અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ કોર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (Disha) ની બેઠક યોજાઈ ગઈ હતી. આ બેઠકમાં રાજ્યસભા સાંસદ, જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાનાં પ્રમુખ, વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો -Rath Yatra 2025 : અમદાવાદનાં જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં પરિવાર સાથે સહભાગી થયા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ

Advertisement

Advertisement

કેન્દ્ર સરકારની યોજનાઓ, કાર્યક્રમોનાં અમલીકરણ પર દેખરેખ રાખવા દિશા સમિતિની રચના

ઉલ્લેખનીય છે કે જિલ્લાઓમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોનાં અમલીકરણ પર દેખરેખ રાખવા માટે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય (Union Ministry of Rural Development) દ્વારા દિશા સમિતિઓની રચના કરવામાં આવી છે. વિકાસ કાર્યક્રમોની પ્રગતિ પર મોનિટરિંગ, તેનો કાર્યક્ષમ અને અસરકારક રીતે અમલ થાય તે સુનિશ્ચિત કરવામાં દિશા સમિતિઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ પણ વાંચો - Gandhinagar : ઇન્ફોર્મેશન-લાઇબ્રેરી નેટવર્ક સેન્ટરની મુલાકાત લઈ સૂચનો કરતા કેન્દ્રીય ગૃહ અમિતભાઇ શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amitbhai Shah) આ બેઠકમાં જિલ્લામાં કાર્યરત વિકાસ કાર્યોની પ્રગતિ અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનાં વ્યાપ અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી જનઘન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોત બીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ જેવી અનેક ફલેગશીપ યોજનાઓમાં કામગીરી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકોને મળે અને સેચ્યુરેશન પોઇન્ટ સુધી પહોંચે તે દિશામાં સુનિશ્ચિત પ્રયાસો કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amitbhai Shah) પ્રગતિમાં હોય તેવા વિકાસ કાર્યો નિર્દિષ્ટ સમય મર્યાદામાં પૂરા થાય તે માટે ઉપસ્થિત સૌને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.

આ પણ વાંચો -Surat માં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી, હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા

Tags :
Advertisement

.

×