Gandhinagar Accident: ચિલોડા હાઈવે પર ગમખ્વાર અકસ્માત,2 ના મોત
- ગાંધીનગરમાં ચિલોડા હાઈવે પર ગંભીર અકસ્માત
- લિંબડીયા નર્મદા મુખ્ય કેનાલ પાસે ગમખ્વાર અકસ્માત
- ટ્રક અને મારૂતિ કાર વચ્ચે જીવલેણ અકસ્માત
- કારમાં આગળ બેઠેલાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત
Gandhinagar Accident: રાજ્યભરમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના ગાંધીનગર(Gandhinagar Accident)થી સામે આવી છે. જેમાં કારમાં સવાર 2 લોકોના મૃત્યુ થયા છે. ગાંધીનગરના નાના ચિલોડા સર્કલથી લીંબડીયા જવાના રસ્તે આ દુર્ઘટના ઘટી હતી
કારમાં સવાર 2 લોકોના મૃત્યુ
ગાંધીનગરના નાના ચિલોડા સર્કલથી લીંબડીયા જવાના રસ્તે કમકમાટી ભર્યું અકસ્માત સર્જાયું છે. જે ભયંકર એક્સિડન્ટમાં ટ્રેકની પાછળ કાર ઘૂસી જતા બે લોકોના મોત થયા છે. ફાયરબ્રિગેડે કારનો દરવાજો અને બોડી કાપીને મૃતદેહ બહાર કાઢ્યા હતાં. સમગ્ર ઘટના પગલે ટ્રાફિક જામના દર્શ્યો પણ સર્જાયા હતા
આ પણ વાંચો -Gujarat DGP :ગુજરાતના DGP Vikas Sahay એક્શન મોડમાં
રાજ્યભરમાં બેફામ ડ્રાવિંગ માનમની
ચાર પૈડાની ગાડીનું સ્ટીયરિંગ હાથમાં આવી જતા કેટલાક નબીરાઓ બેફામ બની જાય છે. અને પૂરપાટ ઝડપે ડ્રાવિંગ કરવા લાગે છે. ક્ષણવારનો વિચાર પણ નથી કરતા કે અમારી મજા, કોઈ અન્ય માટે સજા ન બની જાય. અમદાવાદ સહિત રાજ્યભરમાં બેફામ ડ્રાવિંગ કરનારા વાહન ચાલકોની કમી નથી. તેવામાં એક્સીલેટર દબાવીને શખ્સો ગાડીની સ્પીડ તો વધારી દે છે. પણ બાદમાં કાર બેકાબૂ થઈ જાય છે અને અકસ્માત જેવી દુર્ઘટના ઘટે છે. જેમાં અનેક નિર્દોષ લોકો ભોગ બને છે. તો કેટલાક પોતાનો જીવ પણ ગુમાવે છે. ગાંધીનગરમાં ફરી એકવાર આવી જ ઘટના બની છે


