Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : 159 PSI ને PI તરીકે બઢતી આપ્યા બાદ હવે 2 IAS અધિકારીની બદલી

159 PSI ને PI તરીકે બઢતી આપ્યા બાદ હવે 2 IAS અધિકારીની બદલી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.
gandhinagar   159 psi ને pi તરીકે બઢતી આપ્યા બાદ હવે 2 ias અધિકારીની બદલી
Advertisement
  1. રાજ્યમાં 2 IAS અધિકારીઓની બદલી કરાઈ
  2. મોના ખંધાર અને મનીષા ચન્દ્રાની બદલી કરવામાં આવી
  3. મોના ખધારની સાયન્સ ટેકનોલોજી વિભાગમાં બદલી થઈ
  4. મનીષા ચન્દ્રાની ગ્રામ્ય વિકાસ વિભાગમાં બદલી કરાઈ

Gandhinagar : રાજ્યમાં ઉચ્ચ અધિકારીઓની બઢતી અને બદલીનો દોર ફરી શરૂ થયો છે. આજે સવારે ગુજરાત પોલીસ દળમાં (Gujarat Police) ફરજ બજાવતા 159 પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને (PSI) પોલીસ ઇન્સ્પેક્ટર (PI) તરીકે બઢતી આપવામાં આવી હોવાનાં સમાચાર સામે આવ્યા હતા. ત્યારે હવે 2 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.

આ પણ વાંચો - Chhota Udepur : 'ગેર મેળા' માટે જનજાગૃતિ લાવવા “ગેર માટે દોડ” નું આયોજન

Advertisement

IAS મોના ખંધાર અને IAS મનીષા ચન્દ્રાની બદલી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિણામ બાદ રાજ્યમાં ઉચ્ચ અધિકારીઓની બદલી અને બઢતી શરૂ થઈ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, 159 PSI ને PI તરીકે બઢતી આપ્યા બાદ હવે 2 IAS અધિકારીની બદલી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, IAS મોના ખંધાર અને IAS મનીષા ચન્દ્રાની (IAS Manisha Chandra) બદલી કરવામાં આવી હોવાની માહિતી છે.

Advertisement

આ પણ વાંચો - Surat : નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકનું અપહરણ કરનારો ઝારખંડમાંથી ઝડપાયો

159 પીએસઆઇને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) તરીકે પ્રમોશન અપાયું

માહિતી અનુસાર, આઈએએસ મોના ખધારની (IAS Mona Khandhar) ગ્રામ વિકાસ વિભાગમાંથી સાયન્સ ટેકનોલોજી વિભાગમાં બદલી કરવામાં આવી છે. જ્યારે આઈએએસ અધિકારી મનીષા ચન્દ્રાનું ગ્રામ્ય વિકાસ વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આજે સવારે ગુજરાતનાં ગૃહ વિભાગ દ્વારા 159 પીએસઆઇને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. આ અંગે ગૃહવિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડીને માહિતી આપવામાં આવી હતી. જે મુજબ, PSI વર્ગ-3 નાં બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની વર્ગ-2 પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતીનો હુકમ કરાયો છે.

આ પણ વાંચો - Cyber Crime: હોસ્પિટલના CCTV વાયરલ મુદ્દે વધુ ખુલાસા, ક્રાઈમ બ્રાન્ચના DCP લવિના સિન્હાનું નિવેદન

Tags :
Advertisement

.

×