Gandhinagar : IAS સંજય કૌલે GIFT City નાં MD અને Group CEO તરીકે ચાર્જ સંભાળ્યો
- IAS સંજય કૌલે GIFT City મેનેજિંગ ડિરેક્ટર, Group CEO તરીકે સોમવારે ચાર્જ સંભાળ્યો
- તેમણે IAS ઓફિસર (નિવૃત્ત) તપન રેનું સ્થાન લીધું, જેમણે 2019 થી આ સુકાન સંભાળી હતી
- સંજય કૌલને પબ્લિક પોલિસી, Infra. ડેવલપમેન્ટ, Tech. અને ફાઇનાન્સમાં બે દાયકાથી વધુનો અનુભવ
Gandhinagar : સિનિયર ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઓફિસર સંજય કૌલે (Sanjay Kaul) ભારતની અગ્રણી સ્માર્ટ સિટી અને સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિઝ સેન્ટર (IFSC) એવા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) નાં મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે સોમવારે ચાર્જ સંભાળી લીધો હતો. તેમણે IAS ઓફિસર (નિવૃત્ત) તપન રેનું (Tapan Ray) સ્થાન લીધું હતું, જેઓ વર્ષ 2019 થી આ સુકાન સંભાળી રહ્યા હતા.
આ પણ વાંચો - VADODARA : કરજણમાં હોસ્પિટલ માટે જમીન ફાળવતા મુખ્યમંત્રી, સ્થાનિકોને મોટી રાહત
પબ્લિક પોલિસી, Infra. ડેવલપમેન્ટ, Tech.-ફાઇનાન્સમાં બે દાયકાથી વધુનો અનુભવ
વર્ષ 2001 ની બેચનાં આઈએએસ ઓફિસર સંજય કૌલ (Sanjay Kaul) પબ્લિક પોલિસી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ટેક્નોલોજી અને ફાઇનાન્સનાં ક્ષેત્રે બે દાયકા કરતા વધુનો અનુભવ ધરાવે છે. આ જવાબદારી સંભાળ્યા પૂર્વે તેઓ ભારત સરકારનાં સંસ્કૃતિ મંત્રાલયમાં જોઇન્ટ સચિવ હતા. તેઓ અગાઉ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ અને ટુરિઝરમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડનાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવાઓ આપવા સાથે ગુજરાતમાં કામ કરી ચૂક્યા છે.
આ પણ વાંચો - ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા, 3 દિવસમાં ત્રીજી વખત ધરા ધ્રુજી
GIFT City નું નેતૃત્વ સંભાળવું એ એક વિશેષાધિકાર છે : સંજય કૌલ
આ નિયુક્તિ અંગે સંજય કૌલે જણાવ્યું હતું કે, વિશ્વનાં સફળ ફાઇનાન્શિયલ અને ટેક્નોલોજી હબ બનવા તરફની ગિફ્ટ સિટીની (GIFT City) સફરનાં આ નિર્ણાયક તબક્કે તેનું નેતૃત્વ સંભાળવું એ એક વિશેષાધિકાર છે. હું અત્યાર સુધી જે મજબૂત પાયો નંખાયો છે તેના પર આગળ વધવા, વ્યૂહાત્મક પહેલ હાથ ધરવા, વૈશ્વિક ભાગીદારીઓ કરવા અને ગિફ્ટ સિટીનાં સ્ટેટસને રાષ્ટ્રીય મહત્ત્વનાં પ્રોજેક્ટ તરીકે વધુ મજબૂત કરે તેવો વિશ્વ-કક્ષાનો સિટી અનુભવ પૂરો પાડવા માટે આતુર છું. મૂળ ગુજરાતનાં સંજય કૌલે સુરતની (Surat) નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યૂનિકેશન એન્જિનિયરિંગમાં તથા અમેરિકાના ન્યુ-યોર્કમાં સેરાક્યુસ યુનિવર્સિટીથી પબ્લિક પોલિસીમાં પ્રોફેશનલ ડિગ્રી મેળવેલી છે.
આ પણ વાંચો - Swamitva Yojana : મુખ્યમંત્રીનો રાજ્યના ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકો માટે સંવેદનાસ્પર્શી નિર્ણય


