Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar: અંબોડ ખાતે આવેલ મહાકાલી મંદિરનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ

ગાંધીનગર (Gandhinagar)ના અંબોડ ખાતે મિની પાવાગઢ એવા શ્રી મહાકાલી મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ મિની પાવાગઢ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
gandhinagar  અંબોડ ખાતે આવેલ મહાકાલી મંદિરનું cm ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ
Advertisement
  1. પ્રાચીન મંદિરનું અંદાજે 02 કરોડના ખર્ચે નવીનીકરણ
  2. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અનેક મંદિરોનું નવીનીકરણ
  3. ગાંધીનગરના અંબોડ ખાતે મિની પાવાગઢ એવા શ્રી મહાકાલી મંદિરનું લોકાર્પણ

Gandhinagar: ગુજરાતમાં કુલ ચાર શક્તિપીઠ આવેલી છે. એમાં પાવાગઢ પણ એક મહત્વની શક્તિપીઠ છે. એટલું જ નહીં પરંતુ અનેક એવાં મંદિરો છે જેનો રાજ્ય સરકાર દ્વારા વિકાસ કરવામાં આવે છે. ગાંધીનગર (Gandhinagar)ના અંબોડ ખાતે મિની પાવાગઢ એવા શ્રી મહાકાલી મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ મિની પાવાગઢ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

Advertisement

પ્રાચીન મંદિરનું અંદાજે 02 કરોડના ખર્ચે નવીનીકરણ

Advertisement

નોંધનીય છે કે, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ પ્રાચીન મંદિરનું અંદાજે 02 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અનેક મંદિરોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં અનેક એવા મંદિરો છે જેનું નવીનીકરણ કરવું ખુબ જ આવશ્યક છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો મંદિરોના વિકાસ માટે રાજ્ય સરકાર પણ સારો એવો રસ દાખવી રહી છે.

આ પણ વાંચો: Gujarat: શૈક્ષણિક પ્રવાસ માટેની માર્ગદર્શિકાનો શિક્ષણ વિભાગે જાહેર કર્યો ઠરાવ, જાણો સંપૂર્ણ વિગત

ધાર્મિક સ્થળોનો વિકાસ અમારા માટે પ્રાથમિકતાઃ મુખ્યમંત્રી

આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું કે, ‘અયોધ્યામાં રામ મંદિર હોય કે પાવાગઢ મા મહાકાળી માતાનું મંદિર, ધાર્મિક સ્થળોનો વિકાસ અમારા માટે પ્રાથમિકતા છે.. બોડ ખાતેના આ મંદિરનું ખાત મુહર્ત અમિતભાઇ શાહે કર્યું હતું. આજે આ મંદિરનું લોકાર્પણ થઈ રહ્યું છે. અમારો ધ્યેય મંત્ર છે કે, અમે જેનું ખાત મુહર્ત કરીએ છીએ તેનું અમે જ લોકાર્પણ કરીએ.’ વધુમાં કહ્યું કે, ‘ધાર્મિક સ્થળોની સ્વચ્છતા જાળવવાની જવાબદારી આપડી પોતાની છે. આ મંદિર અને સમગ્ર ગામમાં સ્વચ્છતા જળવાય રહે તે ખૂબ જરૂરી છે.’

આ પણ વાંચો: 29 સુશિક્ષિત નવયુવાનોએ BAPS ના વડા પ.પૂ.મહંતસ્વામી મહારાજના હસ્તે પાર્ષદી દિક્ષા ગ્રહણ કરી, જુઓ આ તસવીરો

લોકાર્પણ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં

મહાકાલી માતાનું મંદિર લગભગ 611 વર્ષ જેટલું પ્રાચીન છે. જેનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરના અંબોડ ખાતે મિની પાવાગઢ એવા શ્રી મહાકાલી મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં માણસા અને વિજાપુરના ધારાસભ્યઓ, ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચો: Ahmedabad: Fake judge મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન અને તેના કારનામાના આંતરરાષ્ટ્રીય સ્તરે પડ્યા પડઘા

 

Tags :
Advertisement

.

×