Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : રાજ્યમાં જંત્રીનો વધારો આંશિક રીતે થવાની ચર્ચા!, જાણો ક્યારથી લાગૂ થઇ શકે છે નવા જંત્રીદર

ગુજરાત સરકારે આગામી 1 એપ્રિલના નવા નાણાંકીય વર્ષથી રીઅલ એસ્ટેટ ક્ષેત્રે નવા જંત્રીદર લાગૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી
gujarat   રાજ્યમાં જંત્રીનો વધારો આંશિક રીતે થવાની ચર્ચા   જાણો ક્યારથી લાગૂ થઇ શકે છે નવા જંત્રીદર
Advertisement
  • એક સાથે નહીં પરંતુ કટકે કટકે વધારો થવાની ચર્ચા!
  • રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદી વચ્ચે સરકાર નીતિ બદલી શકે!
  • બિલ્ડર લોબી પહેલેથી જ કરી રહી છે જંત્રી વધારાનો વિરોધ

Gujarat : ગુજરાત રાજ્યમાં જંત્રીનો વધારો આંશિક રીતે થવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. એક સાથે નહીં પરંતુ કટકે કટકે વધારો થવાની ચર્ચા છે. જેમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદી વચ્ચે સરકાર નીતિ બદલી શકે છે. તેમાં રિયલ એસ્ટેટ અગ્રણી પરેશ ગજેરાની સરકારને રજૂઆત છે કે
જંત્રીના દરમાં તબક્કાવાર વધારો કરવો જોઇએ. વર્તમાન પરિસ્થિતિ જોતાં સરકાર નિર્ણય લઈ શકે છે. જેમાં બિલ્ડર લોબી પહેલેથી જ જંત્રી વધારાનો વિરોધ કરી રહી છે.

રીઅલ એસ્ટેટ ક્ષેત્રે નવા જંત્રીદર લાગૂ કરવાની તૈયારી શરૂ

ગુજરાત સરકારે આગામી 1 એપ્રિલના નવા નાણાંકીય વર્ષથી રીઅલ એસ્ટેટ ક્ષેત્રે નવા જંત્રીદર લાગૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ચારેક માસ પૂર્વે જારી કરાયેલા મુસદ્દામાં ધરખમ વધારો સુચવાયો હતો તે સામે વ્યાપક વિરોધ ઉઠયો હતો. હવે એવા નિર્દેશ છે કે સરકાર શહેરી વિસ્તારમાં જંત્રીદરમાં સૂચવાયેલા દરમાં થોડો ઘણો ઘટાડો કરી દેશે જયારે ગ્રામ્ય સ્તરે સુચવાયેલા જંત્રીદર યથાવત રાખશે. શહેરોમાં આવાસ ક્ષેત્રે મોટો બોજ પડતો રોકવાના ઉદ્દેશથી આંશિક રાહ અપાશે. રાજ્યમાં નક્કી કરાયેલા શહેરી કક્ષાએ 23,845 અને ગ્રામ્ય કક્ષાએ 17,131 મળીને કુલ નવા વેલ્યૂઝોન મુજબ જમીન-મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટેની કમરતોડ નવી જંત્રીના દરની અમલવારી 1લી એપ્રિલ-2025થી કરાશે.

Advertisement

અત્યારે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે

અત્યારે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આગામી તહેવારોની વ્યસ્તતા અને રજાઓને કારણે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક મંગળવારે મળી હતી. સરકારના ઉચ્ચતમ સૂત્રોની જાણકારી મુજબ, આ બેઠકમાં સરકાર દ્વારા જાહેર કરાયેલી મુસદ્દારૂપ જંત્રી, તેના માટે જિલ્લા, શહેરો-ગ્રામ્ય કક્ષાએથી મગાવાયેલા વાંધા-સૂચનો સહિતના મુદ્દાઓ ઉપર વિગતે ચર્ચા થઈ હતી. જેમાં મોટાભાગના મંત્રીઓએ પોત-પોતાના મત-વિસ્તારો અને તેમને મળેલા પ્રતિનિધિ મંડળો, તેમના દ્વારા થયેલી જંત્રીના અમલ વિષયક વિરોધી રજૂઆતો બાબતે મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું હતું,

Advertisement

આ પણ વાંચો: World’s Most Expensive Dog : બેંગ્લોરના વ્યક્તિએ રૂ. 50 કરોડમાં ખરીદ્યો દુનિયાનો સૌથી મોંઘો Wolfdog

Tags :
Advertisement

.

×