Ahmedabad: નારોલ વિસ્તારમાં ગેસ ગળતરની મોટી ઘટના, બે કર્મચારીના મોત
- દેવી સિન્થેટિક ઇન્ડસ્ટ્રી નજીક ગેસ ગળતરની ઘટના
- અમદાવાદના નારોલ વિસ્તારમાં ગેસ ગળતરની ઘટના
- 9 લોકો બેભાન થતા LG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
Ahmedabad:અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ગેસ ગળતરની મોટી ઘટના બની હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, બે કર્મચારીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. એક ફેક્ટરીમાં ગેસ ગળતરની ઘટના બે કર્મચારીના મોત થતા પંથકમાં શોકનો માહોલ છવાયો છે. સમગ્ર ઘટનામાં સાત લોકોની હાલત ખરાબ હોવાથી LG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, 9 લોકોને અસર થતાં 108 મારફતે હોસ્પિટલ લઈ ગયા હતા. દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં સમગ્ર ઘટના બની છે.
Ahmedabadમાં Gas ગળતરની મોટી ઘટના | Gujarat First#AhmedabadGasLeak #NarolIncident #FactoryAccident #GasLeakTragedy #DeviSynthetics #LGHospital #Gujaratfirst pic.twitter.com/gn8ZcY7z2i
— Gujarat First (@GujaratFirst) October 27, 2024
આ પણ વાંચો: Petrol Price: લોકોને મળી દિવાળી ગિફ્ટ, પેટ્રોલની કિંમતમાં 6 રૂપિયાનો ઘટાડો
બે કર્મચારી કમલ યાદવ અને લવકુશ શર્માનું મોત
નારોલ વિસ્તારમાં ગેસ ગળતરની ઘટના બનતા કુલ 9 લોકોને અસર થઈ છે. જેમાંથી બે કર્મચારી કમલ યાદવ અને લવકુશ શર્માનું મોત થયું છે. દેવી સિન્થેટિક ઇન્ડસ્ટ્રી નજીક ગેસ ગળતરની ઘટના બની છે. 9 લોકો બેભાન થતા તમામને સત્વરે LG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જોકે, સમગ્ર ઘટનાને લઈને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
આ પણ વાંચો: પ્રજાહિતમાં Gujarat First નો મોટો અહેવાલ! તમારા ઘરે આવતી વસ્તુઓ અસલી છે કે નકલી?
ઘટનાની તપાસ કરી આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે
આ ઘટનાને લઈને પોલીસે કહ્યું કે, જે પણ આ ઘટનામાં દોષી સાબિત થશે તેવી સામે કાર્યવાહી કરવામાં આવશે. કોઈને પણ બક્ષવામાં નહીં આવે. સ્વાભાવિક છે કે, ગેસ ગળતરની ઘટનામાં 9 લોકોને અસર થઈ છે અને તેમાંથી બે કર્મચારીઓનું તો મોત પણ થયું છે. દિવાળી પહેલા જ પોતાના કોઈ સ્વજનનું મોત થયો તો પરિવાર માટે ખુબ જ દુઃખની ઘટના છે.


