GCCI : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનાં 3 હોદ્દેદાર બિનહરીફ ચૂંટાયા, મળી આ જવાબદારી
- ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનાં ત્રણ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા (GCCI)
- સુધાંશુ મહેતા સેક્રેટરી પદે બિનહરીફ ચૂંટાઈ આવ્યા
- ભૂપેન્દ્રસિંહ જાડેજા રિજનલ સેક્રેટરી તરીકે બિનહરીફ ચૂંટાયા
- ખજાનચી તરીકે ગૌરાંગ ભગતની બિનહરીફ પસંદગી
GCCI : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ની આજે કારોબારી સમિતિની બેઠક મળી હતી, જેમાં વર્ષ 2025-26 માટે પદાધિકારીઓની બિનહરીફ પસંદગી કરવામાં આવી છે. બેઠકમાં સુધાંશુ એન. મહેતાને સચિવ તરીકે, બિપેન્દ્રસિંહજી જાડેજાને સચિવ (રિજનલ) તરીકે અને ગૌરાંગ ભગતને ટ્રેઝરર (ખજાનચી) તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો - Narmada Vasahat : નર્મદા વસાહતોને મૂળ ગ્રામ પંચાયતો સાથે ભેળવવાનો નિર્ણય
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ત્રણ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા
સુધાંશુ મહેતા સેક્રેટરી પદે બિનહરીફ ચૂંટાઈ આવ્યા
ભૂપેન્દ્રસિંહ જાડેજા રિજનલ સેક્રેટરી તરીકે બિનહરીફ ચૂંટાયા
ખજાનચી તરીકે ગૌરાંગ ભગતની બિનહરીફ પસંદગી@GCCIAhmedabad #GujaratChamberofCommerce #BigBreaking #SudhanshuMehta… pic.twitter.com/v8MlOIvoAk— Gujarat First (@GujaratFirst) July 14, 2025
GCCI ની કારોબારી સમિતિની બેઠકમાં નિર્ણય
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા (GCCI) આજે એક પ્રેસનોટ જાહેર કરી પદાધિકારીઓની નિમણૂક અંગે માહિતી આપવામાં આવી છે. આજે એટલે 14 જુલાઈ, 2025 નાં રોજ GCCI ની કારોબારી સમિતિની (Executive Committee Meeting) બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સચિવ, રિજનલ સેક્રેટરી અને ટ્રેઝરર પદ માટે પદાધિકારીઓની બિનહરીફ પસંદગી કરવામાં આવી છે. GCCI ની પ્રેસનોટ મુજબ, સુધાંશુ એન. મહેતાને (Sudhanshu N. Mehta) સચિવ (Secretary) તરીકે, બિપેન્દ્રસિંહજી જાડેજાને (Bipendrasinhji Jadeja) સચિવ (રિજનલ) તરીકે અને ગૌરાંગ ભગતને (Gaurang Bhagat) ખજાનચી (Treasurer) તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો - CM Madhya Pradesh : મુખ્યમંત્રી અબુ ધાબીના BAPS હિન્દુ મંદિરની મુલાકાતે


