Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગ્યાસુદ્દીનનો વાણીવિલાસ: ભાજપના લુખ્ખાઓથી ડરતા નહીં

શહેરના દરિયાપુર મત્ત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે ફરી એકવાર વિવાદિત નિવેદન આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગ્યાસુદ્દીનનો વાણીવિલાસ  ભાજપના લુખ્ખાઓથી ડરતા નહીં
Advertisement
  • ગ્યાસુદ્દીન શેખ અગાઉ પણ જાતિવાદી ઝેર ઓકી ચુક્યા છે
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે ગ્યાસુદ્દીન
  • મસ્જિદોમાં ડિમોલેશન અંગે નિવેદન આપતા ફરી ઝેર ઓક્યું

અમદાવાદ : શહેરના દરિયાપુર મત્ત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે ફરી એકવાર વિવાદિત નિવેદન આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.તેણે એક જાહેર ભાષણ દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી નજીકમાં છે જેના પગલે તેઓ સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં પ્રચાર કરવા માટે જઇ રહ્યા છે. જ્યાં જ્યાં તેઓ પ્રચાર માટે જઇ રહ્યા છે ત્યાં ત્યાં તેઓ કંઇક કે કંઇક વિવાદ પેદા કરી રહ્યા છે.

કચ્છના પ્રવાસે છે ગ્યાસુદ્દીન શેખ

કચ્છમાં પ્રચાર માટે ગયેલા ગ્યાસુદ્દીન શેખે ભાજપના નેતાઓની સરખામણી ગુંડાઓ અને લુખ્ખાઓ સાથે કરી હતી. આ ઉપરાંત મસ્જિદોમાં થયેલા ડિમોલેશનને પણ તેમણે ધર્મ સાથે જોડ્યું હતું. આવા લુખ્ખાઓથી ગભરાવાની જરૂર નથી. ટુંક જ સમયમાં સરકાર આવશે ત્યારે આ તમામ લુખ્ખાઓનો હિસાબ કરવામાં આવશે તેવી પણ તેમણે ચિમકી ઉચ્ચારી હતી. આ ઉપરાંત ભાજપમાંથી ઉમેદવારી નોંધાવનારા મુસ્લિમ સમાજના ઉમેદવારો અંગે પણ ખુબ જ અભદ્ર ટિપ્પણી કરી હતી.

Advertisement

આ પણ વાંચો : Weather Today Forecast : માઘ પૂર્ણિમાના દિવસે જાણો હવામાન અપડેટ્સ

Advertisement

કોંગ્રેસ નેતા અગાઉ પણ આપી ચુક્યા છે વિવાદિત નિવેદન

ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપે કોંગ્રસના નેતા ગ્યાસુદ્દીન શેખના નિવેદનને વખોડ્યું હતું. તેમણે કહ્યું કે, ગ્યાસુદ્દીનનું નિવેદન કોમી એકતાને તોડનારુ છે. આવા નેતાઓનું નામ લઇએ તો પણ પાપ લાગે તેવું છે. રાપરની જનતા આવા નિવેદન આપનારા લોકોને સારી રીતે ઓળખે છે અને તેમને જાકારો આપશે. પોતે જે મત વિસ્તારના છે ત્યાંના લોકોએ તેમને ઓળખી લીધા માટે હરાવી દીધા. જેથી હવે સમગ્ર ગુજરાતમાં ઝેર ઓકતા ફરે છે. જો કે સમગ્ર મુસ્લિમ સમાજ ભાજપ સાથે છે.

આ પણ વાંચો : Rashifal 12 February 2025: માઘી પૂર્ણિમા નિમિત્તે આ રાશિના જાતકોને મળી શકે છે લાભ

Tags :
Advertisement

.

×