Gir ની દંતકથા સમાન સિંહ જોડી 'જય અને વીરુ' ભલે વિખૂટી પડી પરંતુ, તેમના આત્માનો અવાજ જંગલમાં સદાય ગૂંજતો રહેશે
- ગીરની દંતકથા સમાન સિંહ જોડી 'જય અને વીરુ' એ દુનિયાને અલવિદા કહ્યું (Gir)
- એક મહિના પહેલા વીરું અને આજે જયનું અવસાન થયું
- ભારે હ્રદય સાથે વન્યજીવપ્રેમી પરિમલ નથવાણીએ દુઃખ વ્યક્ત કર્યું
- જંગલમાં તેમના આત્માનો અવાજ સદા ગૂંજતો રહેશે : પરિમલ નથવાણી
Gir : એકાદ મહિના પહેલાં વીરુના અને આજે જયના (Jay-Viru Lion) અવસાન સાથે, ગીરની જય-વીરુની જોડી વિખરાઈ ગઈ. ગુજરાત સરકારનાં વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકોના અથાગ પ્રયાસ પછી પણ જય-વીરુની જોડી તેમને થયેલી ઇજાઓમાંથી બહાર આવી શકી નહીં અને મૃત્યુને ભેટી. જયની સારવાર માટે વનતારાની ટીમ પણ ગીરમાં બે દિવસ રોકાઈ હતી, પરંતુ કમનસીબે તેઓ ઇચ્છિત પરિણામ મેળવી શક્યા નહીં.
આ પણ વાંચો -Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલ એટલે વિવાદોનું ઘર
Deeply anguished by the passing of Jay of the legendary Jay-Veeru duo of Gir.
After a long and valiant battle for survival, he succumbed to his injuries despite the tireless efforts of forest officials and veterinarians who gave their all to save him.
To every wildlife… pic.twitter.com/Y9Pn1vzD2G
— Parimal Nathwani (@mpparimal) July 29, 2025
અત્યંત ભારે હ્રદય સાથે વન્યજીવપ્રેમી પરિમલ નથવાણીએ (Parimal Nathwani) દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આજે જયના અવસાનથી ઘણું જ દુઃખ થઈ રહ્યું છે. ખૂબ જ લાંબી અને વિરતાપૂર્ણ લડાઈ બાદ, જય પણ આપણને છોડીને જતો રહ્યો. જય-વીરુની અદ્ભૂત જોડીની હાજરી, જેણે માણી છે કે તેમના લગાવની વાતો સાંભળી છે તે દરેક વન્યજીવ પ્રેમી માટે આ વ્યક્તિગત ખોટ છે. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( PM Narendra Modi) પણ તેમની તાજેતરની ગીર મુલાકાત દરમિયાન જય અને વીરુની રાજસ્વી જોડીને નિહાળી હતી. તેમની ગેરહાજરીમાં ગીર હવે પહેલાં જેવું નહીં રહે. લીજેન્ડ્સ વિસરાઈ જાય, પરંતુ તેમણે જ્યાં સાથે મળીને રાજ કર્યું હતું તે જંગલમાં તેમના આત્માનો અવાજ સદા ગૂંજતો રહેશે.”
આ પણ વાંચો -Weather News: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી
ગીરના હ્રદયમાં, જય અને વીરુની વાતોએ તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની જોડી હિન્દી સિનેમા જગતની મશહૂર ફિલ્મ 'શોલે' ની (Sholay) આઇકોનિક જોડી સાથે સરખામણી પામે તેવી છે. આ ફિલ્મનાં પાત્રોની જેમ જ આ વાસ્તવિક જોડીએ પણ એક-મેકથી અલગ નહીં થવાની અને સદાય સાથે રહેવાની ભાવના દર્શાવતી હતી. ગીરનાં (Gir) વન્યજીવ પ્રેમીઓ ગીરનાં જંગલની અજેય અને નિર્ભય જોડી 'જય અને વીરુ' ના સાહસોની અનેક કથાઓ વાગોળે છે. ક્યારેક થતાં પ્રાસંગિક નાનાં-અમથાં ઝગડાઓ કે હૂંસાતૂંસીને બાદ કરતાં, તેમની જોડી અતૂટ રહી, જે તેમની એકબીજા પ્રત્યેની વફાદારીને દર્શાવે છે, જેના કારણે તેઓ મલાણકા, કેનેડીપુર, નતળિયા, ઇટાડી, લીમધ્રા અને કાસીયામાં પોતાનું સામ્રાજ્ય ફેલાવી શક્યા.
તેમની રહસ્યમયી ડણક દોસ્તીનાં શાશ્વત પ્રતિજ્ઞાનાં પ્રતિક સમાસ્તુતિગાન 'ये दोस्ती... हम नहीं तोडेंगे, छोडेंगे दर मगर, तेरा साथ न छोडेंगे...' ને પ્રતિબિંબિત કરતી હતી. જો તમે ગીરમાં ગયા હોય અને જય-વીરુને ન જોયા હોય તો તમે જંગલનાં (Gir Forest) આત્માને ચૂકી ગયા કહેવાય “गिर में जय-वीरु को नहीं देखा तो कुछ नहीं देखा”. ગીર હંમેશા દંતકથારૂપ જોડીનું અભયારણ્ય રહ્યું છે. જય અને વીરુ પહેલાં, આ જંગલમાં ધરમ-વીરની જોડી હતી, જેની ભાઈબંધીની ગાથા આજે પણ ગવાય છે.
આ પણ વાંચો -Ahmedabad : AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો હાસ્યસ્પદ દાવો! જનતામાં ફાટી નીકળ્યો આક્રોશ


