Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gir Somnath: સિંહણે બે વર્ષની બાળકીને ફાડી ખાધી, ગામમાં દહેશત

Gir Somnath:ગીરગઢડા તાલુકાના પિછવી ગામમાં ગઈકાલે પીછવી ગામે બે વર્ષની બાળાને સિંહણે ફાડી ખાધી હતી. વનવિભાગ દ્વારા હુમલો કરનાર સિંહણને પાંજરે પૂરી જામવાળા રેસ્ક્યુ સેન્ટર લઈ જવાઈ હતી. અને સિંહણે શા માટે હુમલો કર્યો તે દિશામાં વનવિભાગે તપાસ હાથ ધરી હતી. બીજી તરફ બાળકીના પરિવારને 10 લાખની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામા આવી છે.
gir somnath  સિંહણે બે વર્ષની બાળકીને ફાડી ખાધી  ગામમાં દહેશત
Advertisement
  • ગીર સોમનાથમાં (Gir Somnath) સિંહણે બાળકીને ફાડી ખાધી
  • પીછવઈ ગામે બે વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી હતી
  • હુમલો કરનાર સિંહણનું રેસ્ક્યૂ કરી વન વિભાગે પાંજરે પૂરી
  • ઘરમાં રમતી બાળકીને સિંહણે ઉપાડી જંગલ તરફ લઈ ગઈ હતી
  • બાળકીના પરિવારને 10 લાખની સહાય આપવામાં આવશે

Gir Somnath: ગીર સોમનાથમાં આવેલ ગીરગઢડા તાલુકાના પીછવઈ ગામે ગઈકાલે સાંજના સમયે દિલ ધ્રૂજાવી દે તેવી ઘટના બની હતી. જેમાં પોતાના ઘર આંગણે રમતી માત્ર બે વર્ષની બાળકી પર અચાનક આવેલી એક સિંહણે હુમલો કરી તેને ઉપાડી જંગલ તરફ લઈ ગઈ હતી.

junagadh- Gujarat first2

Advertisement

સિંહણે બે વર્ષની બાળકીને ફાડી ખાધી

બાળકીના પરિવારજનોએ ચીસો પાડી અને લોકોને બોલાવ્યા, પરંતુ ત્યાં સુધીમાં સિંહણ બાળકીને લઈ જંગલમાં પહોંચી ગઈ હતી. થોડી જ વારમાં ગામલોકો અને વન વિભાગની ટીમે શોધખોળ કરતાં બાળકીનો અર્ધો ખાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો.

Advertisement

હુમલો કરનાર સિંહણનું રેસ્ક્યૂ કરી વન વિભાગે પાંજરે પૂરી

હુમલો કરનારી સિંહણને વન વિભાગની રેસ્ક્યૂ ટીમે તાત્કાલિક પાંજરે પૂરીને જામવાળા રેસ્ક્યૂ સેન્ટર ખસેડી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ સિંહણ બે નાના બચ્ચા સાથે હતી અને બચ્ચાઓને ખવડાવવા માટે શિકારની શોધમાં ગામ આસપાસ આવી હોવાનું અનુમાન છે.

junagadh- Gujarat first1

બાળકીના પરિવારને 10 લાખની સહાયની જાહેરાત

આ ઘટનાએ ગામમાં ભયનો માહોલ સર્જ્યો છે. વન વિભાગે સિંહણના હુમલાના કારણોની ઊંડી તપાસ શરૂ કરી છે. મૃતક બાળકીના પરિવારને સરકારી નિયમ મુજબ રૂ. 10 લાખની સહાય આજે જ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો:  Surat: અઠવાગેટ વિસ્તારના મેળામાં ફ્રી એન્ટ્રીની જાહેરાત બાદ હોબાળો, વીડિયો વાયરલ

Tags :
Advertisement

.

×