Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gir Somnath : વેરાવળ પાટણ ભૂગર્ભ ગટર જોડાણનાં કોન્ટ્રાકટમાં મસમોટા કૌભાંડનો આરોપ

સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી આ મામલે યોગ્ય અને ઝડપી કાર્યવાહી કરવા માગ કરી છે.
gir somnath   વેરાવળ પાટણ ભૂગર્ભ ગટર જોડાણનાં કોન્ટ્રાકટમાં મસમોટા કૌભાંડનો આરોપ
Advertisement
  1. Gir Somnath નાં વેરાવળ પાટણ ભૂગર્ભ ગટર જોડાણનાં કોન્ટ્રાકટનો મામલો
  2. ભાજપ શાસિત નગરપાલિકામાં કૌભાંડનો આક્ષેપ
  3. શહેર ભાજપના જ કાર્યકર રાકેશ દેવાણીએ CM ને લખ્યો પત્ર
  4. ગટર જોડાણ કનેકશનનું 16 કરોડનું ટેન્ડરનો વિવાદ

Gir Somnath : ગીર સોમનાથનાં વેરાવળ પાટણ (Veraval Patan) ભૂગર્ભ ગટર જોડાણનાં કોન્ટ્રાક્ટ મામલે મસમોટા કૌભાંડનો આક્ષેપ થતાં ચકચાર મચી જવા પામી છે. ભાજપ શાસિત નગરપાલિકામાં આ કૌભાંડનો આક્ષેપ શહેર ભાજપનાં જ એક કાર્યકર (BJP worker) દ્વારા કરવામાં આવ્યો છે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) પત્ર લખી આ મામલે યોગ્ય અને ઝડપી કાર્યવાહી કરવા માગ કરી છે.

આ પણ વાંચો - Gujarat BJP : ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ક્યારે થશે જાહેરાત ? જાણો વિગત!

Advertisement

Gir Somnath માં ભાજપનાં કાર્યકરે કર્યા BJP શાસિત ન.પા.માં કૌભાંડનાં આક્ષેપ

પ્રાપ્ત માહિતી અનુસાર, ગીર સોમનાથ જિલ્લાના (Gir Somnath) વેરાવળ પાટણ શહેરમાં ભૂગર્ભ ગટર જોડાણના કોન્ટ્રાક્ટમાં મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. ભાજપ શાસિત વેરાવળ નગરપાલિકામાં આ કૌભાંડનો આરોપ શહેર ભાજપના જ કાર્યકર રાકેશ દેવાણી દ્વારા કરવામાં આવતા ચર્ચાનો માહોલ જામ્યો છે. ભાજપ (BJP) કાર્યકર રાકેશ દેવાણીએ આ મામલાની તપાસ અને નિષ્પક્ષ કાર્યવાહી માટે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Vadodara : બાઇક સાથે અકસ્માત સર્જ્યો, પોલીસ સાથે મારામારી કરનારા વૈભવી કારચાલકની અટકાયત

કોન્ટ્રાકટમાં એક કનેકશનનાં રૂ. 1000 નાં બદલે 6000 નો ભાવ મૂકતા કૌભાંડની આશંકા

આરોપ અનુસાર, વેરાવળ પાટણ શહેરમાં (Veraval Patan) કુલ 25,600 જોડાણ માટેનો 16 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જો કે, મોટાભાગના વિસ્તારોમાં લોકોએ સ્વખર્ચે જોડાણો કરી દીધા છે, તેથી આ કોન્ટ્રાક્ટમાં નાણાકીય અનિયમિતતાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત, એક જોડાણ પ્રતિ 6,000 રૂપિયાની કિંમતને લઈને વ્યાપક આક્ષેપો થયા છે, જ્યારે વાસ્તવિક ખર્ચ માત્ર 1,000 રૂપિયા જ હોવાનું જણાવ્યું છે. ભાજપ શાસિત પાલિકામાં ભાજપનાં કાર્યકર દ્વારા કૌભાંડનાં આક્ષેપથી ભારે ચર્ચા શરૂ થઈ છે. ત્યારે હવે આ મામલે શું કાર્યવાહી થાય તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો - Vadodara : 'વિસ્તારના રાવણનો વધ કરવાની માતાજી શક્તિ આપે', BJP MLA શૈલેષ સોટ્ટા

Tags :
Advertisement

.

×