ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gir Somnath: રવિ કૃષિ મહોત્સવનો થઈ ગયો ફિયાસ્કો, માણસ તો ઠીક સભામાં ચકલુંય ના ફરક્યું

Gir Somnath: ગીર સોમનાથમાં ઉના રવિ કૃષિ મહોત્સવનો ફિયસ્કો થયો હોવું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ગઈ કાલે પણ ખેડૂતો દ્વારા કૃષિ મહોત્સવમાં હોબાળો થયો હતો
07:28 PM Dec 07, 2024 IST | VIMAL PRAJAPATI
Gir Somnath: ગીર સોમનાથમાં ઉના રવિ કૃષિ મહોત્સવનો ફિયસ્કો થયો હોવું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ગઈ કાલે પણ ખેડૂતો દ્વારા કૃષિ મહોત્સવમાં હોબાળો થયો હતો
Gir Somnath
  1. ગીર સોમનાથના ઉનામાં સભાખંડ તેમજ સ્ટોલ ખાલી જોવા મળ્યા
  2. માત્ર થોડા અધિકારીઓ જ સ્ટેજ ઉપર બેઠેલા દેખાયા
  3. કૃષિ મહોત્સવમાં ગઇકાલે પણ ખેડૂતોએ હોબાળો કર્યો હતો

Gir Somnath: ગીર સોમનાથમાં ઉના રવિ કૃષિ મહોત્સવનો ફિયસ્કો થયો હોવું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ગઈ કાલે પણ ખેડૂતો દ્વારા કૃષિ મહોત્સવમાં હોબાળો થયો હતો ત્યાંર બાદ આખો સંભ ખાલી થઈ ગયો હતો. જેથી આજે પણ આખો સભાખંડની સાથે સાથે તેમજ સ્ટોલ પણ ખાલી જોવા મળ્યાં હતાં. આખા કાર્યક્રમમાં માત્ર થોડા જ અધિકારીઓ સ્ટેજ પર બેસેલા જોવા મળ્યાં હતાં. અધિકારીઓ પણ આવ્યાં પરંતુ કોઈ ખેડૂતો જોવા મળ્યાં નહોતા.

આ પણ વાંચો: દુષ્કર્મીઓની સાન ઠેકાણે લાવવા પોલીસની આકરી કાર્યવાહી! નરાધમીઓનું જાહેરમાં કાઢ્યું સરઘસ

સભાખંડ અને સ્ટોલ ખાલી જોવા મળ્યાં હતાં

ગઈ કાલે કૃષિ મહોત્સવમાં ખેડૂતોએ હોબાળો કર્યો હતો, જેના કારણે અત્યારે પણ તેની અસર પણ જોવા મળી છે. આજે અનેક ખેડૂતોને કહેવામાં આવ્યું હતું પરંતુ ખેડૂતોએ કોઈ રસ દાખવ્યો નહોતો અને સભાખંડ અને સ્ટોલ ખાલી જોવા મળ્યાં હતાં. આખરે શા માટે ખેડૂતોને કૃષિ મહોત્સવમાં કોઈ રસ ના દાખવ્યો એ પણ મોટી વાત છે. આખા કૃષિ મહોત્સવના સભાખંડમાં માત્ર અધિકારીઓ જ જોવા મળ્યાં હતાં. જાણે આ કૃષિ મહોત્સવ માત્ર અધિકારીઓ માટે જ યોજાયો હતો, કારણે ખેડૂતો ક્યાંય જોવા મળ્યાં જ નહોતા!

આ પણ વાંચો: ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના અહેવાલથી દોડ્યું તંત્ર, જે.જે. કાલરિયા માધ્યમિક શાળાને લાગ્યા તાળા

ક્રાર્યક્રમમાં માત્ર અધિકારીઓ સિવાય કોઈ જોવા ના મળ્યું

રાજ્ય સરકાર દ્વારા અત્યારે આ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી ખેડૂતો કૃષિમાં સારો એવો પાક લઈ શકે અને સારૂ ઉત્પાદન લઈ શકે તે માટે આયોજન કરવામાં આવ્યું પરંતુ કાલે થયેલી બાબલને કારણે આજે ખેડૂતોએ કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં કોઈ રસ દાખવ્યો નહોતો. આખા ક્રાર્યક્રમમાં માત્ર અધિકારીઓ સિવાય કોઈ જોવા મળ્યું નથી. જેથી કૃષિ મહોત્સવને લઈને અત્યારે અનેક સવાલ થઈ રહ્યાં છે.

આ પણ વાંચો: Ahmedabad નરોડામાં પોલીસની પત્નીએ પુત્ર સાથે કર્યો આપઘાત

Tags :
Gir Somnath farmerGir Somnath farmer NewsGir Somnath farmersGir-SomnathGujarati NewsmGujarati Top NewsLatest Gujarati NewsRavi Krishi MahotsavRavi Krishi Mahotsav fiascoRavi Krishi Mahotsav in Gir SomnathRavi Krishi Mahotsav NewsRavi Krishi Mahotsav ProgramRavi Krishi Mahotsav updateTop Gujarati News
Next Article