Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gir Somnath: ઉનાના વાસોજમાં થયેલી વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, આખો પરિવાર આ ઘટનામાં...

પોલીસ દ્વારા વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો તીક્ષ્ણ હથિયાર વડે કરી હતી વૃદ્ધની કરપીણ હત્યા પોલીસે મૃતક આખા પરિવારની કરી લીધી ધરપકડ Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના ઉનાના વાસોજ ગામે વૃદ્ધની હત્યા થઈ હોવાની સામે આવ્યું હતું. અત્યારે...
gir somnath   ઉનાના વાસોજમાં થયેલી વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો  આખો પરિવાર આ ઘટનામાં
Advertisement
  1. પોલીસ દ્વારા વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો
  2. તીક્ષ્ણ હથિયાર વડે કરી હતી વૃદ્ધની કરપીણ હત્યા
  3. પોલીસે મૃતક આખા પરિવારની કરી લીધી ધરપકડ

Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના ઉનાના વાસોજ ગામે વૃદ્ધની હત્યા થઈ હોવાની સામે આવ્યું હતું. અત્યારે આ વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, મૃતકના પરિવારજનો એ જ હત્યા કર્યાનું બહાર આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ત્રણ મહિલા સહિત પાંચની ધરપકડ કરી લેવામાં આવ્યું છે. ગીર સોમનાથ (Gir Somnath) ઉના તાલુકાના વાસોજ ગામે થોડા દિવસ પહેલા મસરી ઘેલા શિયાળ નામના વૃદ્ધની રાત્રિના સમયે ખાટલા માજ કોઈ એ તીક્ષણ હથિયાર ના ઘા ઝીંકી હત્યા કરી હતી.

આ પણ વાંચો: પ્રાથમિક શાળાના શિક્ષિકા હતાં Mr. India, વિદેશમાં રહેવાનો લઈ રહ્યાં હતાં પગાર

Advertisement

સમગ્ર મામલે પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ સમગ્ર મામલે નવાબંદર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પોલિસનાં જણાવ્યા મુજબ મૃતકના દીકરાની વિધવા વહુ તેમજ મૃતકમાં ભત્રીજાની વિધવા વહુ અને એક અન્ય સ્ત્રી આ સિવાય મૃતકનો પોત્ર હોવાનું સામે આવ્યું છે. આ સાથે સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: યુવા કૌશલ્ય દિવસે ગુજરાત ફર્સ્ટે પ્રસારિત કર્યો હતો અહેવાલ, હવે રાજ્ય સ્તરે લેવાઈ નોંધ

પોલીસે આ મામલે આપી સાચી વિગતો

આખરે શા કારણે પરિવારે જ વૃદ્ધની હત્યા કરી? આ મામલે પોલીસએ જણાવ્યું હતું કે, કુટુંબી મહિલાઓને રંજાડતા હતા અને સાથે સાથે શારીરિક ત્રાસ પણ આપતા હતા. જેથી પરિવારે વૃદ્ધની હત્યા કરી બહાર આવ્યું છે. આખરે પોતાનો પરિવાર વૃદ્ધના મોતનું કારણ બન્યો છે. પોલીસે અત્યારે એ તમામ આરોપીઓની ધરપકડ કરી દીધી હોવાનું સામે આવ્યું છે. આ સાથે અત્યારે પોલીસે તે તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: કોંગ્રેસી કાર્યકર લાખોની ડુપ્લીકેટ નોટો સાથે ઝડપાયો, ગેનીબેન સાથેની તસ્વીરો વાયરલ

Tags :
Advertisement

.

×