Gir Somnath: ઉનામાં વાશોજ ગામે પ્રાથમિક શાળામાં બાળકો પર પડ્યો છતનો પોપડો, 10 બાળકો ગંભીર રીતે ઘાયલ
- બાળકોને ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
- પ્રાર્થના સમયે બાળકોના માથે છતનો પોપડો પડ્યો હતો
- 4થી 5 બાળકોને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી
Gir Somnath: ઉનામાં આવેલ વાશોઝ ગામની પ્રાથમિક શાળામાં એક મોટી ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે ઉનાના વાશોજ ગામની પ્રાથમિક શાળાની લોબીમાં પ્રાર્થના કરવા બેસેલા બાળકો માથે છતના પોપડા પડ્યાં હોવાનું સામે આવ્યું છે. બાળકો પર છતના પોપડા પડતા 10 જેટલા બાળકોને ગંભીરથી સામાન્ય ઇજાઓ પહોંચતા 108 મારફતે ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
આ પણ વાંચો: ગ્રીષ્માકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ! પ્રેમિકા પર હુમલો કરી પ્રેમીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
ધો-4 અને 5 ના બાળકોને પહોંચી ગંભીર ઈજા
આ મામલે વધારે વિગતે વાત કરવામાં આવે તો, શિક્ષકોનું રટણ છે કે, શાળાની બાજુમાં લગ્ન હોવાના કારણે અને ડીજેના સાઉન્ડથી શાળાની છતના પોપડા પડ્યાં છે. ઘટના શા કારણે બની તો મોટો સવાલ છે જ પરંતુ આમાં 10 બાળકોને ઈજાઓ પહોંચી છે. જેમાં ધોરણ ચાર અને પાંચના બાળકોને ગંભીર ઈજોઓ પહોચી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ 4 થી 5 બાળકો ને માથાના ભાગે ગંભીર ઈજોઓ પહોંચી હોવાથી સત્વરે તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ લેવામાં આવ્યાં છે. અત્યારે આ તમામ બાળકોની ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહીં છે.
આ પણ વાંચો: અંજાર-આદિપુર રોડ પર પોલીસ અને વાહનચાલક વચ્ચે બબાલ, Video સોશિયલ મીડિયામાં Viral
શાળામાં આટલી નીચી ગુણવત્તનું બાંધકામ કોણે કર્યુ?
આ મામલે શાળાના શિક્ષકો કહીં રહ્યાં છે બાજૂમાં લગ્ન ચાલી રહ્યાં છે અને અહીં ડીજેના અવાજના કારણે છતના પોપડા પડી રહ્યાં છે. જોકે, અહીં શાળામાં કરવામાં આવેલા ચણતર કામ પર પણ સવાલો થઈ રહ્યાં છે. આખરે આટલી નીચી ગુણવત્તનું બાંધકામ શા માટે કરવામાં આવ્યું? જો કે, અત્યારે બાળકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહીં છે. 10 જેટલા બાળકો ઘાયલ થયા છે અને 5 બાળકોની હાલત વધારે ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.


