ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Godhra: ગોલ્લાવ પાસે ઇકો કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના મોત

ગોધરા તાલુકાના ગોલ્લાવ પાસે ગમખ્વાર અકસ્માત ઇકો કાર અને ટેન્કર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત ઇકોમાં સવાર 7 વ્યક્તિઓ પૈકી 5ના મોત નીપજ્યા Godhra: ગોધરા તાલુકાના ગોલ્લાવ પાસે ઇકો કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે....
07:46 PM Aug 09, 2024 IST | VIMAL PRAJAPATI
ગોધરા તાલુકાના ગોલ્લાવ પાસે ગમખ્વાર અકસ્માત ઇકો કાર અને ટેન્કર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત ઇકોમાં સવાર 7 વ્યક્તિઓ પૈકી 5ના મોત નીપજ્યા Godhra: ગોધરા તાલુકાના ગોલ્લાવ પાસે ઇકો કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે....
Godhra Accident
  1. ગોધરા તાલુકાના ગોલ્લાવ પાસે ગમખ્વાર અકસ્માત
  2. ઇકો કાર અને ટેન્કર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
  3. ઇકોમાં સવાર 7 વ્યક્તિઓ પૈકી 5ના મોત નીપજ્યા

Godhra: ગોધરા તાલુકાના ગોલ્લાવ પાસે ઇકો કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, અકસ્માતમાં ઇકોમાં સવાર 7 વ્યક્તિઓ પૈકી પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. અકસ્માત દરમિયાન ઇકો કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ થઈ ગયો હતો. નોંધનીય છે કે, ઇકો ગાડીના પતરા ચીરીને સ્થાનિકોએ ઇજાગ્રસ્તને બહાર કાઢ્યા હતા. મળતી વિગતો પ્રમાણે અકસ્માતમાં બે ઇજાગ્રસ્તને દેવગઢ બારીયા ખાતે ખસેડવામાં આવ્યા હતા જે પૈકી એકનો મોત થયું છે.

આ પણ વાંચો: કાયદાઓ માત્ર સામાન્ય લોકો માટે જ છે? નેતાની ઓફિસેથી ફાયર વિભાગ નમતી આંખે પરત ફર્યું

મૃતક લોકો છોટાઉદેપુર જિલ્લાના હોવાની પ્રાથમિક જાણકારી

નોંધનીય છે કે, અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એકની ઇજાગ્રસ્તની હાલત અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ગંભીર ઇજાગ્રસ્ત વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મૃતક લોકો છોટાઉદેપુર જિલ્લાના હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી છે.

આ પણ વાંચો: નોકરી વાંચ્છુ યુવાનો માટે સૌથી મોટા સમાચાર, GPSC એ કરી ભરતીની જાહેરાત

ઘટનાની જાણ થતાની સાથે લોકોના ટોળા આવી પહોંચ્યા

આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાની સાથે લોકોના ટોળા આવી પહોંચ્યા હતા. આ સાથે સાથે સ્થાનિકોએ 108 ને પણ ફોન કરીને બોલાવી દીધી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને બહાર કાઢવા માટે લોકોએ ઘણી મહેનત કરી હતી. ઘટનામાં ઇકો કારની હાલત ખુબ જ ખરાબ જોવા મળી હતી. જેથી આ અકસ્માતમાં 5 લોકોનો મોત થતા તેમના પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: ֹSurat: ‘તારે મારી સાથે જ...’ સગા બાપે દીકરી સાથે કર્યું એવું કે સગીરા પહોંચી પોલીસ સ્ટેશન

Tags :
AccidentGodhraGodhra AccidentGodhra Accident NewsGodhra NewsGujarati NewsVimal Prajapati
Next Article