Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GONDAL : નગરપાલિકા ફૂડ શાખા દ્વારા 30 વેપારીને ત્યાં ચેકીંગ કરાયું,165 કિલો અખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો

અહેવાલ - વિશ્વાસ ભોજાણી ગોંડલ નવરાત્રી તેમજ દશેરાના તહેવારને ધ્યાનમાં લઈને અખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા માટે નગરપાલિકા ફૂડ શાખાની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરસાણ, ડેરી ફાર્મ, આઈસ્ક્રીમ પાર્લર, ખાણી પીણીની દુકાન ધરાવતા સહિતના વેપારીઓને ત્યાં ત્રાટકી હતી. કુલ 30 વેપારીઓની...
gondal   નગરપાલિકા ફૂડ શાખા દ્વારા 30 વેપારીને ત્યાં ચેકીંગ કરાયું 165 કિલો અખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો
Advertisement

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

ગોંડલ નવરાત્રી તેમજ દશેરાના તહેવારને ધ્યાનમાં લઈને અખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા માટે નગરપાલિકા ફૂડ શાખાની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરસાણ, ડેરી ફાર્મ, આઈસ્ક્રીમ પાર્લર, ખાણી પીણીની દુકાન ધરાવતા સહિતના વેપારીઓને ત્યાં ત્રાટકી હતી. કુલ 30 વેપારીઓની ચકાસણી કરવામાં આવી હતી.

Advertisement

Advertisement

અખાદ્ય જથ્થાનો નાશ કરાયો

નવરાત્રી અને દશેરાના તહેવાર લઈને ફરસાણ મીઠાઈ વેંચતા વેપારીઓ વિવિધ ફરસાણ તેમજ મીઠાઈઓ બનાવતા હોય છે. દશેરા પર પુષ્કળ મીઠાઈ અને ફરસાણનું વેચાણ થતું હોય છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તેને લઈને પાલિકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા, ઉપપ્રમુખ જેન્તીભાઈ સાટોડીયા, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા ગોંડલ નગર પાલિકા ફૂડ શાખાની ટીમને સૂચના આપતા ફૂડ વિભાગની ટીમ આજે ફરસાણ, મીઠાઈ તેમજ ખાણીપીણીની દુકાન ધરાવતા વેપારીઓને ત્યાં જઈ ચેકીંગ હાથ ધર્યું હતું.

અનેક ભલામણોના ફોન રણકયા

આ તકે નગરપાલિકા કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા જણાવ્યું હતું કે ગોંડલ શહેરમાં નવરાત્રી અને દશેરાના તહેવારમાં મોટા પ્રમાણમાં ફરસાણ અને મીઠાઈઓ વેચાતી હોય છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય અને લોકોને આરોગ્ય પ્રદ મીઠાઈ તેમજ ફરસાણ મળી રહે તેને ધ્યાનમાં લઈ ગોંડલ નગરપાલિકા ફૂડ શાખાની ટીમે ચેકીંગનું ઝુંબેશ હાથ ધર્યું હતું. વેપારીઓને ત્યાં ચેકીંગ દરમ્યાન અનેક ભલામણના ફોન રણકયા હતા. પરંતુ કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા એકપણ ભલામણ ચલાવી લેવામાં આવી ન હતી. તેમજ તહેવાર ઉપરાંત પણ નગરપાલિકાની ફૂડ શાખાની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવશે તેવું કારોબારી ચેરમેને જણાવ્યું હતું.

ફૂડ શાખાની ચેકીંગને લઈને વેપારીઓમાં ફફડાટ

ગોંડલ નગરપાલિકા ફૂડ શાખા હિતેન્દ્રસિંહ જાડેજા, દિનેશભાઇ પાંભર, રોમલભાઈ ભુંડિયા, રસિકભાઈ રવૈયા સહિત ટીમે જલેબી, મીઠાઈ, આઈસ્ક્રીમ, માવો, મલાઈ, ખાજલી, તેલ, ચટણી, સમોસા સહિત 165 કિલો અખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો હતો. તેમજ ફૂડ લાઇસન્સ ન ધરાવનાર તેમજ અખાદ્ય ચીજ વસ્તુ વેંચતા વેપારીઓને દંડ ફટકાર્યો હતો.

આ પણ વાંચો -- VADODARA : માતાના મંદિરે આઠમ નિમિતે ધજા બદલવા મંદિર પર ચડેલ યુવકનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×