Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોંડલ : કોંગ્રેસ પ્રમુખ ઉપર હુમલાની ઘટનામાં લુંટનો ગુન્હો નોંધાયો

ગત રાત્રે જુની કોર્ટ પાસે બે ગાડીમાં ઘસી આવેલા 10 જેટલા શખ્સોએ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડિયા પર હુમલો કરી તેમની કાર પર તોડફોડ કરવાની ઘટનામા લુટની કલમ ઉમેરાઇ છે. વધુમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરીછે. બનાવની પ્રાપ્ત વિગત...
ગોંડલ   કોંગ્રેસ પ્રમુખ ઉપર હુમલાની ઘટનામાં લુંટનો ગુન્હો નોંધાયો
Advertisement

ગત રાત્રે જુની કોર્ટ પાસે બે ગાડીમાં ઘસી આવેલા 10 જેટલા શખ્સોએ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડિયા પર હુમલો કરી તેમની કાર પર તોડફોડ કરવાની ઘટનામા લુટની કલમ ઉમેરાઇ છે. વધુમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરીછે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રીના કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડિયા પોતાની ઓફીસમાંથી નીકળી પોતાની કાર તરફ જઈ રહ્યા હતા. ત્યારે ધસી આવેલા શખ્સોએ હુમલો કર્યો હતો.ઇજાગ્રસ્ત હાલતમાં આશિષભાઈ કુંજડિયાને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.

Advertisement

આશિષભાઈ કુંજડિયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યુ કે, હરદેવસિંહ જાડેજાનો દિકરો મયુરસિહ તથા ટ્રાન્સપોર્ટ વાળા રાજભા જાડેજા સહીત દસ  શખ્સોએ મને માર મારી મારો મોબાઇલ તથા રુ.પચાસ હજારની લુંટ કરી હતી.

Advertisement

કોંગ્રેસ પ્રમુખની કારમાં તોડફોડ

કોંગ્રેસ પ્રમુખની કારમાં તોડફોડ

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારી ગાડીના કાચ તોડી તોડફોડ કરી હતી. મે એલડીઓના ગેરકાયદેસર ચાલતા ધંધાઓ બંધ કરાવવા અન્યથા આત્મવિલોપનની ચીમકી આપી હોય મારા પર હુમલો કરાયો છે. એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ.એ.વી.ડામોરે આશિષભાઈ કુંજડિયાની ફરિયાદ લઇ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરીછે.

દરમિયાન હોસ્પિટલે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીતભાઈ વસોયા, કોંગી અગ્રણી મહેશભાઈ રાજપુત, ઈન્દ્રનિલ રાજ્યગુરુ સહીત ના આગેવાનો દોડી જઇ આશિષભાઈ કુંજડિયા ને મળી વિગતો જાણી મોડી ફરિયાદ લેવા અગે પોલીસ તંત્ર ની જાટકણી કાઢી આક્રોશ વ્યક્ત કર્યો હતો.બનાવની ગંભીરતા લઇ તટસ્થ તપાસની માંગ કરી હતી.

ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજળીયા ઉપર થયેલ હુમલા પ્રકરણમાં પોલીસે આઈપીસી કલમ 143 147 148 149 323 325 504 506 2 427 તેમજ 395 ની કલમ મુજબ ગુનો દાખલ કર્યો.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો --  ગૃહમંત્રી Amit Shah સણાદર ખાતે વિકાસ કાર્યોનું લોકોર્પણ કરશે, ડેરીના કર્મચારીઓએ પ્રેસ કોમ્પ્રસ યોજી માહિતી આપી

Tags :
Advertisement

.

×