Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : શિવરાજગઢ ગામે કુવામાં ઝંપલાવી યુવકે કર્યો આપઘાત

અહેવાલ -વિશ્વાસ ભોજાની ,ગોંડલ  ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામમાં રહેતા અને મોવિયા શિવરાજગઢ સિમ વિસ્તારમાં ખેતી વાડી ધરાવતા મનીષભાઈ ગાજીપરા એ પોતાના કુવામાં કૂદી આપઘાત કર્યો ગોંડલ નગરપાલિકા ફાયર ઘટના સ્થળે પોહચી મૃતકના મૃતદેહ ને બહાર કાઢી પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં...
gondal   શિવરાજગઢ ગામે કુવામાં ઝંપલાવી યુવકે કર્યો આપઘાત
Advertisement

અહેવાલ -વિશ્વાસ ભોજાની ,ગોંડલ 

ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામમાં રહેતા અને મોવિયા શિવરાજગઢ સિમ વિસ્તારમાં ખેતી વાડી ધરાવતા મનીષભાઈ ગાજીપરા એ પોતાના કુવામાં કૂદી આપઘાત કર્યો ગોંડલ નગરપાલિકા ફાયર ઘટના સ્થળે પોહચી મૃતકના મૃતદેહ ને બહાર કાઢી પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

Advertisement

Advertisement

મિત્ર ને ફોન કર્યા બાદ આપઘાત કર્યો

ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામ ખાતે રહેતા મનીષભાઈ બાબુભાઇ ગાજીપરા ઉ.વ.38 એ પોતાના ખેતરમાં આવેલ કુવામાં ઝંપલાવી આપઘાત કર્યો છે પોલીસ સૂત્રો ના જણાવ્યા અનુસાર મનીષભાઈ એ આપઘાત કર્યા પહેલા તેમના મિત્ર ને ફોન કરી જણાવ્યું કે હું કંટાળી ગયો છું હું આપઘાત કરું છું ત્યાર પછી કુવામાં ઝંપલાવ્યા પહેલા તેમના કુવા પાસે આવેલ ઝાડ ની ડાળી માં દોરડું બાંધી ગળાફાંસો ખાવાની કોશિષ કરી હતી પણ ઝાડ ની ડાળી ઝુંકી જતા પગ જમીન પર અડી જતા પ્રયાસ નિષ્ફળ રહ્યો ત્યાર બાદ નજીક માં આવેલ 95 ફૂટ ઊંડો કૂવો આવેલો છે જેમાં કૂદી ને આપઘાત કરવામાં આવ્યો હતો સમગ્ર બનાવને લઈને પરિવારજનો સ્થળ પર પોહચીને ફાયર અને પોલીસ સ્ટાફ ને જાણ કરવામાં આવી હતી.

ગોંડલ ફાયર જવાનોએ ઊંડા કુવા માંથી મૃતદેહ ને બહાર કાઢવામાં આવ્યો

90 ફૂટ ઊંડા કુવામાં ગોંડલ ફાયર ઓફિસર સંજય વાસાણી, લોડિંગ ફાયર મેન નયનભાઈ, હાર્દિક, જગદીશ, અજયસિંહ, યશપાલસિંહ, કિશોરભાઈ ગોહેલ, ક્રિપાલસિંહ, જયેશભાઈ સહિત ના તરવૈયા એ મૃતક માં મૃતદેહ ને બહાર કાઢી પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સમગ્ર બનાવને લઈને તાલુકા પોલીસ સ્ટેશન વધુ તપાસ હાથ ધરી હતી મૃતક મનીષભાઈ ત્રણ ભાઈમાં બીજા નંબર ના હતા.

આપણ  વાંચો-BHAVNAGAR: કાળુભાર ડેમના ત્રણ દરવાજા ખોલાયા, 11 ગામડાને એલર્ટ કરાયા

Tags :
Advertisement

.

×