Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : પાલિકા પ્રમુખની ચેમ્બર સામે AAP પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષાબેન ખૂંટ ઉપવાસ પર બેઠા

ડેમ પાસે રોડ પર સેવાળ જામી જવાથી ટુવ્હિલર ચાલકો સ્લીપ થઈ જતા હોવાથી અકસ્માત થવાની રજૂઆતો પણ કરાઇ હતી.
gondal   પાલિકા પ્રમુખની ચેમ્બર સામે aap પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષાબેન ખૂંટ ઉપવાસ પર બેઠા
Advertisement
  1. Gondal પાલિકા પ્રમુખની ચેમ્બર સામે AAP નું આંદોલન
  2. બદતર માર્ગનો વિવાદ, આપ નેતા નિમીષા ખૂંટ ઉપવાસ પર બેઠા
  3. પ્રમુખે ખાતરી આપતા આખરે આંદોલન સમેટાયું

Gondal : ગોંડલનાં બાલાશ્રમથી આશાપુરા નર્સરી જવાનો માર્ગ બદતર હાલતમાં હોવાથી આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અઠવાડિયાથી રજૂઆત સાથેનું આંદોલન છેડાયુ હતું. જ્યારે આજે AAP નાં પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષાબેન ખૂંટે (Nimishaben Khunt) 'ગોપાલ ઇટાલિયા' સ્ટાઇલ અપનાવી નગરપાલિકા કચેરીમાં પ્રમુખની ચેમ્બર સામે ધરણાં પર બેસી જતાં તેમની માગને લઇને દોડી આવેલા પાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણીએ તાકીદે યોગ્ય કરવાની ખાતરી આપતા ઉપવાસ આંદોલન સમેટાયું હતું.

બાલાશ્રમથી આશાપુરા નર્સરી તરફ જતા માર્ગની હાલત અત્યંત બદતર

પ્રાપ્ત વિગત મુજબ, નદીનાં કાંઠે (Gondal) બાલાશ્રમથી આશાપુરા નર્સરી (Ashapura Nursery) તરફ જતા માર્ગની હાલત અત્યંત બદતર બની છે, જેથી ખેડૂતો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવી પડી છે. આ અંગેની રજૂઆતો નિમિષાબેન ખૂંટ દ્વારા કેટલાક દિવસોથી કરાઇ રહી હતી. ડેમ પાસે રોડ પર સેવાળ જામી જવાથી ટુવ્હિલર ચાલકો સ્લીપ થઈ જતા હોવાથી અકસ્માત થવાની રજૂઆતો પણ કરાઇ હતી.

Advertisement

આ પણ વાંચો - Gujarat High Court : 6 વર્ષની કાયદાકીય લડાઈ બાદ 15000 ખેડૂતોને હાશકારો!

Advertisement

AAP નાં પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષાબેન ખૂંટે ઉપવાસ પર બેઠાં

આ મુદ્દે થોડા દિવસ પૂર્વે હોસ્પિટલ ચોક તથા નગરપાલિકા કચેરીમાં AAP દ્વારા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરાયા હતા. દરમિયાન, આજે નિમિષાબેન ખૂંટે બેનર સાથે રોડ બનાવવાની માગ લઇ નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણીની ચેમ્બર સામે ધરણાં પર બેસી ગયા હતા. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ લોકોની લાગણી સમજવામાં નિષ્ફળ નિવડ્યું છે. હાલ, ભાજપની (BJP) તાનાશાહી ચાલે છે. આ સમયે નિમિષાબેન ખૂંટ (Nimishaben Khunt) અને કેટલાક પદાધિકારીઓ વચ્ચે શાબ્દિક તડાફડી બોલી હતી.

આ પણ વાંચો - યુવાનો માટે કારકિર્દીની નવી તકો પુરુ પાડતું, Sigma University નું નવું જૉબ પોર્ટલ લોન્ચ

Gondal પાલિકા પ્રમુખે કામ થઈ જવાની ખાતરી આપતા ઉપવાસ આંદોલન સમેટાયું

દરમિયાન પાલિકા પ્રમુખ અશ્વીનભાઇ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડિયા, ચંદુભાઈ ડાભી, મનીષભાઈ રૈયાણી સહિતનાં દોડી આવી સેવાળમાં લપટતા લોકોનો પ્રશ્નો તત્કાલ હલ કરી વધુમાં બાલાશ્રમથી આશાપુરા નર્સરી સુધીનો માર્ગ 22 દિવસમાં તૈયાર કરી આપવાની ખાતરી આપતા આખરે નિમિષાબેન ખૂંટે આંદોલન સમેટ્યું હતું.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Surat : 100 થી વધુ નકલી પ્રોડક્ટ બને છે સુરતમાં, ડુપ્લિકેટનું હબ બની રહ્યું છે રંગીલું શહેર

Tags :
Advertisement

.

×