Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : સુરેશ્વર ડેમ પાસે ST Bus અને Bike વચ્ચે અકસ્માત, બસ પાછળ લેતા બન્યો બનાવ

ગોંડલ (Gondal) સુરેશ્વર ડેમ પાસે રાજકોટ અમરેલી રૂટની એસ.ટી.બસ (ST Bus) અને બાઈક (Bike) વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં બાઈક સવારને ઇજા (Injured) થતાં ગોંડલ સિવિલ હોસ્પિટલ (Gondal Civil Hospital) બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ (Private Hospital) માં...
gondal   સુરેશ્વર ડેમ પાસે st bus અને bike વચ્ચે અકસ્માત  બસ પાછળ લેતા બન્યો બનાવ
Advertisement

ગોંડલ (Gondal) સુરેશ્વર ડેમ પાસે રાજકોટ અમરેલી રૂટની એસ.ટી.બસ (ST Bus) અને બાઈક (Bike) વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં બાઈક સવારને ઇજા (Injured) થતાં ગોંડલ સિવિલ હોસ્પિટલ (Gondal Civil Hospital) બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ (Private Hospital) માં ખસેડવામાં આવ્યા હતા. એસ.ટી. બસ (ST Bus) અમરેલીથી રાજકોટ (Amreli to Rajkot) તરફ જઈ રહી હતી. ઇજાગ્રત બાઈક ચાલક અશોકભાઇ દેવજીભાઈ સોમૈયા ઉ.વ.48 રહે ખાંડાધાર વાળા ને ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર બનાવને લઈને એસ.ટી. બસ (ST Bus) ના અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા.

ST Bus and Bike Accident in Gondal

ST Bus and Bike Accident in Gondal

Advertisement

ગોંડલ (Gondal) શહેરમાં રાજાશાહી સમયના બન્ને પુલ (Bridge) પર ભારે વાહનો ચલાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે એસ.ટી.બસ, ટ્રાવેલ્સ, ટ્રક સહિતના ભારે વાહનોને સુરેશ્વર રોડ પરથી ડાયવર્ઝન (Diversion) આપવામાં આવ્યું છે. સુરેશ્વર રોડ (Sureshwar Road) સાંકળો હોવાથી અનેક નાના મોટા અકસ્માત (Accident) થઈ રહ્યા છે. ત્યારે આજે સુરેશ્વર ડેમ (Sureshwar Dam) નજીકની ગોળાઈમાં એસ.ટી.બસ (ST Bus) ની સામે મોટું વાહન આવી જતા એસ.ટી.બસના ચાલકે બસને પાછળ લેતા બાઈક ચાલકને ઠોકર લાગી જવા પામી હતી. બાઈક ચાલકને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના બનાવને લઈને ટ્રાફિક સર્જાયો હતો. સુરેશ્વર રોડ સાંકળો હોવાથી અકસ્માત બને છે.

Advertisement

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો - Gondal Accident : મોડીરાત્રે કમઢીયા ગામ પાસે ગોઝારો અકસ્માત, બાઈકસવાર બે મિત્રનાં મોત

આ પણ વાંચો - Gondal : અક્ષરમંદિરમાં પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓમાં ફૂડ પોઈઝનિંગ,વિરપુર હોસ્પિટલમાં કરાયા દાખલ

Tags :
Advertisement

.

×