Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : આશાપુરા ડેમમાં માછલીને લોટ ખવડાવતી વખતે વૃદ્ધાનો લપસ્યો પગ અને પછી...

Gondal : છેલ્લા 10 વર્ષથી વહેલી સવારે આશાપુરા ડેમ (Ashapura Dam) તેમજ બગીચામાં ખિસકોલી (squirrel) ને મકાઈ, માછલીઓને લોટ તેમજ શ્વાનને બિસ્કિટ, ચકલા ચણ નાંખી પરોપકારનું કાર્ય કરતા પ્રૌઢનું મોત નિપજ્યું છે. સવારે માછલીને બિસ્કિટ નાખતી વેળાએ તેમનો પગ લપસી...
gondal   આશાપુરા ડેમમાં માછલીને લોટ ખવડાવતી વખતે વૃદ્ધાનો લપસ્યો પગ અને પછી
Advertisement

Gondal : છેલ્લા 10 વર્ષથી વહેલી સવારે આશાપુરા ડેમ (Ashapura Dam) તેમજ બગીચામાં ખિસકોલી (squirrel) ને મકાઈ, માછલીઓને લોટ તેમજ શ્વાનને બિસ્કિટ, ચકલા ચણ નાંખી પરોપકારનું કાર્ય કરતા પ્રૌઢનું મોત નિપજ્યું છે. સવારે માછલીને બિસ્કિટ નાખતી વેળાએ તેમનો પગ લપસી જતા ડેમના ઉંડા પાણી (deep water) માં તેઓ ગરકાવ થઈ ગયા અને આ રીતે તેમનું મોત નિપજ્યું હતું. મોતના સમાચાર બાદ પરિવારમાં શોક (family was shocked) ફેલાયો હતો. મૃતક અપરણીત (unmarried) છે અને નિવૃત જીંદગી જીવી સેવાકીય પ્રવૃતિઓ કરતા હતા. બનાવના પગલે આશાપુરા ડેમ દોડી ગયેલા ફાયર સ્ટાફે વૃદ્ધના મૃતદેહને ડેમમાંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.

old man died

Advertisement

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ ભવનાથ સોસાયટી શેરી નં - 1 માં રહેતા પરેશભાઈ રમુભાઈ ભટ્ટી ઉ.54 નિત્યક્રમ મુજબ વહેલી સવારે પોતાના સ્કુટર પર આશાપુરા ડેમમાં માછલીઓને બિસ્કિટ નાંખવા ગયા હતા. બિસ્કિટ નાંખતી વેળા અચાનક પગ લપસતા અકસ્માતે ડેમના ઉંડા પાણીમાં ખાબકતા અને ડુબી જવાથી તેમનું મોત નિપજ્યું હતું. ફાયર સ્ટાફે તેમનાં મૃતદેહને પાણીની બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. બનાવની જાણ થતા તેમનો પરિવાર હતપ્રત બની હોસ્પિટલ દોડી ગયો હતો. જણાવી દઇએ કે, પરેશભાઈ દરરોજ વહેલી સવારે પોતાના સ્કુટર પર માછલીને લોટ, બિસ્કિટ, ચકલાને ચણ નાખવા જતા હતા. પણ કુદરતે કંઇક જુદુ જ ધાર્યું હોય તેમ જીવદયાનું કાર્ય કરતી વેળા મોતને ભેટ્યા હતા. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક પક્ષી પ્રેમી હોય પક્ષીઓના માળા, કુંડા ફ્રીમાં વિતરણ કરતા તેમજ ઝાડ પર ખિસકોલીને મકાઈ તેમજ શ્વાનને બિસ્કિટ નાખતા હતા.

Advertisement

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો - Surat : ઓલપાડમાં ગઈકાલે બે કિશોરો ગુમ થયા, આજે ભાદોલ ગામે નહેરમાંથી એકનો મૃતદેહ મળ્યો

આ પણ વાંચો - Sabarkantha : અજાણી વ્યક્તિએ મોકલેલું પાર્સલ ખોલતાં જ બ્લાસ્ટ, 2ના મોત

Tags :
Advertisement

.

×