ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal: અનિડા ગ્રામજનોએ વીજ કચેરીમાં કર્યો હલ્લાબોલ, લગાવ્યા ‘PGVCL હાય હાય’ના નારા

ગાોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામના લોકોમાં ફેલાયો રોષ વીજ કચેરીમાં જઈને ગ્રામજનોએ રામ ધૂન બોલાવી ચાર દિવસમાં વીજ પુરવઠો નિયમિત શરૂ નહીં થાય તો ધરણાની ચીમકી Gondal: ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામે PGVCL સામે ગ્રામજનોમાં રોષ ભભૂક્યો છે. અંદાજિત...
10:31 AM Aug 31, 2024 IST | VIMAL PRAJAPATI
ગાોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામના લોકોમાં ફેલાયો રોષ વીજ કચેરીમાં જઈને ગ્રામજનોએ રામ ધૂન બોલાવી ચાર દિવસમાં વીજ પુરવઠો નિયમિત શરૂ નહીં થાય તો ધરણાની ચીમકી Gondal: ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામે PGVCL સામે ગ્રામજનોમાં રોષ ભભૂક્યો છે. અંદાજિત...
Gondal PGVCL
  1. ગાોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામના લોકોમાં ફેલાયો રોષ
  2. વીજ કચેરીમાં જઈને ગ્રામજનોએ રામ ધૂન બોલાવી
  3. ચાર દિવસમાં વીજ પુરવઠો નિયમિત શરૂ નહીં થાય તો ધરણાની ચીમકી

Gondal: ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામે PGVCL સામે ગ્રામજનોમાં રોષ ભભૂક્યો છે. અંદાજિત 3500 લોકોની વસ્તી ધરાવતા ગામમાં વારંવાર ખોરવાતા વિજ પુરવઠાની ફરિયાદો ગ્રામજનો કરીને થાકી ગયા છે. ગ્રામજનોની ફરિયાદ PGVCL ના અધિકારીઓના બહેરા કાને અથડાતા ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી છે.

આ પણ વાંચો: ડીડીઓની સામે જ યુવકે ફિનાઈલ ગટગટાવ્યું, યુવક બોલતો રહ્યો અને અધિકારીઓ માત્ર...

પ્રશ્ન હલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

ગામમાં ખેતીવાડી અને રહેઠાણ સહિત છેલ્લા 7 દિવસથી વિજ પુરવઠાને લઈને ધાંધિયા છે. વીજળીના ધાંધિયાથી પરેશાન ગ્રામજનોનું રોષે ભરાયેલું ટોળું શુક્રવારે મોડી સાંજે ગોંડલ PGVCL કચેરીએ દોડી આવ્યું હતું. અનિડા ગામના સરપંચ, તાલુકા પંચાયતના સદસ્ય સહિત 150 જેટલા લોકોએ PGVCL કચેરી ખાતે રામધૂન બોલાવીને વિરોધ કર્યો હતો. ગ્રામજનોએ વિજ ધાંધિયાને લઈને PGVCL કચેરીએ કરી ઉગ્ર રજૂઆત કરી હતી. દિવસ 4 માં ગામમાં વારંવાર ખોરવાતો વિજ પુરવઠાનો પ્રશ્ન હલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ગ્રામજનોએ આપી હતી.

છેલ્લા સાત દિવસથી ખેતીવાડીને ઘર માટે લાઇટ આવી જ નથી

અનિડા ગામના વતની દિવ્યેશ ભાલોડીએ જણાવ્યું કે, છેલ્લા સાત દિવસથી ખેતીવાડીને ઘર માટે લાઇટ આવી જ નથી. સિંગલ ફેસ પણ નહીં. ખેડૂતોએ અત્યારે પાણી ની કુંડી ભરવાની, માલ ઢોર હોય, મજૂર વર્ગ હોય તો એના માટે શું કરવું? એટલે અમે આજે અત્યારે ઓફિસે અમે રજૂઆત કરવા આવ્યા હતા. અમે ચાર દિવસની તેમને રીપેરીંગ માટે મુદત આપી છે. જો ચાર દિવસમાં કામ નહીં થાય તો અમે વીજ કંપનીની કચેરીમાં ધરણા પર બેસીશું.

આ પણ વાંચો: ગુનેગારને સજા આપવાનું કામ કોનું છે? યુવકને કાર સાથે બાંધી મારપીટ કરવા મામલે પોલીસની કાર્યવાહી

છેલ્લા સાત દિવસથી અમારા ગામમાં લાઈટનો પ્રોબ્લેમઃ સરપંચ

અનિડા ગામના સરપંચ સામતભાઈ બાંભવાએ જણાવ્યું કે, છેલ્લા સાત દિવસથી અમારા ગામમાં લાઈટનો પ્રોબ્લેમ છે. પીજીવીસીએલના અધિકારીઓ ફોન ઉપાડતા નથી. ફોન ઉપાડે તો સરખો જવાબ મળતો નથી. અમે હેલ્પરને અનેક વાર કોલ કર્યા પરંતુ હેલ્પર ફૂલ જ હોઈ છે વરસાદને કારણે રાત્રે વીજ લાઈનોમાં ફોલ્ટ સર્જાય છે. હેલ્પર વીજ લાઈનના ફોલ્ટ રીપેરીંગ કરવા માટે આવતો નથી. 66 કેવી કચેરીમાં હાજર કર્મચારીઓ પણ ઉદ્ધતાઈ પૂર્વકનું વર્તન કરે છે. ચાર દિવસમાં તમારી માંગણી પૂરી નહીં થાય તો સમગ્ર ગામ પીજીવીસીએલની કચેરી બહાર ધરણા પર બેસીશુ.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: Ahmedabad જિલ્લાને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહત્વનો હાઇવે કરાયો બંધ, જાણો ડાયવર્ઝનનો રૂટ

Tags :
gondal newsGondal PGVCLGujaratGujarati NewsPGVCLPGVCL systemVimal Prajapati
Next Article