ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal : ચેક રિટર્નના ખોટા કેસમાં યુવાનને ફસાવી ત્રાસ આપતા વ્યાજખોર સામે ફરિયાદ

Gondal ના યુવાનને વ્યાજ વટાવનાં ધંધાર્થીએ ખોટા કેસમાં ફસાવ્યાની ફરિયાદ યુવાનની જાણ બહાર ચેક બેંકમાં ભર્યો, રિટર્ન થતાં વકીલ થકી નોટિસ મોકલી પીડિત શખ્સ અનિચ્છનીય પગલું ભરે તો વ્યાજખોરની જવાબદારીનો ફરિયાદમાં ઉલ્લેખ ગોંડલ શહેર (Gondal) ખાતે રહેતા ભવ્યેશભાઇ વિનોદરાય...
12:05 AM Oct 23, 2024 IST | Vipul Sen
Gondal ના યુવાનને વ્યાજ વટાવનાં ધંધાર્થીએ ખોટા કેસમાં ફસાવ્યાની ફરિયાદ યુવાનની જાણ બહાર ચેક બેંકમાં ભર્યો, રિટર્ન થતાં વકીલ થકી નોટિસ મોકલી પીડિત શખ્સ અનિચ્છનીય પગલું ભરે તો વ્યાજખોરની જવાબદારીનો ફરિયાદમાં ઉલ્લેખ ગોંડલ શહેર (Gondal) ખાતે રહેતા ભવ્યેશભાઇ વિનોદરાય...
  1. Gondal ના યુવાનને વ્યાજ વટાવનાં ધંધાર્થીએ ખોટા કેસમાં ફસાવ્યાની ફરિયાદ
  2. યુવાનની જાણ બહાર ચેક બેંકમાં ભર્યો, રિટર્ન થતાં વકીલ થકી નોટિસ મોકલી
  3. પીડિત શખ્સ અનિચ્છનીય પગલું ભરે તો વ્યાજખોરની જવાબદારીનો ફરિયાદમાં ઉલ્લેખ

ગોંડલ શહેર (Gondal) ખાતે રહેતા ભવ્યેશભાઇ વિનોદરાય ઢોલ કે જેમને અમુક રકમની જરૂરિયાત ઊભી થતા સુરેન્દ્રનગર વઢવાણ ખાતે રહેતા અનીલભાઇ શુભુભાઇ પરવાડિયા અને વ્યાજ વટાવનો વ્યવસાય કરતા હોય તેમની પાસેથી અમુક રકમ માસિક 3 % વ્યાજ દરે દીધી હતી. પરંતુ, અનિલભાઇ એ જે સિક્યુરિટીનો ચેક લીધો હતો તે અન્ય વ્યક્તિ સાથે મળી બેંકમાં ડિપોઝિટ કરી દઇ અને પોતાના વકીલ મારફતે કોર્ટ નોટિસ મોકલી ખોટા કેસમાં સંડોવવાનું કાવતરું રચ્યું હતું.

આ પણ વાંચો - Bharuch : કોમર્શિયલ શોપિંગમાં મોબાઈલ ટાવરોની નીચે ભાડાની ઓફિસોમાં ચાલે છે ધો. 1 થી 8 ની શાળા!

જરૂરિયાત હોવાથી યુવાને 3 ટકાનાં વ્યાજે રૂપિયા લીધા હતા

પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલ (Gondal) ખાતે રહેતા ભવ્યેશભાઇ ઢોલે પોતાને રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં સુરેન્દ્રનગરનાં (Surendranagar) વઢવાણ ખાતે રહેતા અનીલભાઇ પરવાડિયા પાસેથી માસિક ત્રણ ટકાનાં વ્યાજે વટાવનાં ધંધાર્થી હોય ભવ્યેશભાઇને સિક્યુરિટી માટે તેમના નામનો તારીખ ભર્યા વગરનો ચેક આપવા કહ્યું હતું. જે બાબતે ભવ્યેશભાઇ તૈયાર થતા તે ચેક લઇ માસિક 3 ટકાનાં દરે ઉછીના રૂપિયા આપ્યા હતા. પરંતુ, અનિલભાઇ એ છેતરપિંડીનાં ઇરાદે ભવ્યેશભાઇએ આપેલ ચેકને તેમના ઓળખિતા એવા તેજસભાઇ કવાડિયા કે જે સુરેન્દ્રનગર ખાતે રહે છે તેમને ભવ્યેશભાઇની જાણ બહાર તે ચેક બેન્કમાં ડિપોઝિટ કરવાનું કહ્યું હતું. ભવ્યેશભાઇ સુરેન્દ્રનગર ખાતે રહેતા તેજસભાઇને ઓળખતા પણ નથી છતાં ભવ્યેશભાઇનો ચેક અનિલભાઇ એ તેજસભાઇ દ્વારા બેંકમાં ડિપોઝિટ કરાવ્યો હતો.

આ પણ વાંચો - Surat : સુરતથી ગોવા જતી ફલાઇટમાં બોમ્બ મૂક્યાની ધમકી મળતા દોડધામ!

માનસિક ત્રાસથી આત્મહત્યાનો વિચાર આવતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ

ત્યાર બાદ તે ચેક રિટર્ન થતાં અનિલભાઇ તથા તેજસભાઇએ પોતાનાં વકીલ મારફતે ચેક રિટર્નનો ખોટો કેસ દાખલ કરી ભવ્યેશભાઇને નોટિસ મોકલી હતી. જે નોટિસ સામે ભવ્યેશભાઇએ ગોંડલ સીટી પોલીસ સ્ટેશન બી ડીવીઝનમાં (Gondal City Police Station B Division) ન્યાય માટે અરજી પણ દાખલ કરી હતી હાલ તે અરજી પેંડિગ છે. ભવ્યેશભાઇ આ કેસને લીધે હાલ માનસિક રીતે તણાવ અનુભવી રહ્યા છે અને તેમને આત્મહત્યા કરવાનાં વિચારો પણ આવી રહ્યા છે. જો ભવ્યેશભાઇ ઢોલ ભવિષ્યમાં પોતાની માનસિક સમતુલા ગુમાવી કોઇપણ પ્રકારનું આડું અવળું પગલું ભરે કે આત્મહત્યા કરે તો આ પરિસ્થિતિ માટે સુરેન્દ્રનગર ખાતે રહેતા અનિલભાઇ અને તેજસભાઇ જ જવાબદાર ગણાશે તેવું ભવ્યેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Amreli : ગઈકાલે નરભક્ષી સિંહણે 5 વર્ષનાં બાળકને ફાડી ખાધો! આજે થયા આવા હાલ

Tags :
Breaking News In GujaratiCrime NewsGondalGondal City Police Station B DivisionGondal PoliceGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiRAJKOTSurendranagarWadwan
Next Article