Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GONDAL : ભુણાવા ચોકડી પાસે એકી સાથે ચાર વાહનો ટ્રક, રીક્ષા, ઈકો કાર, ખાનગી કંપનીની બસનો અકસ્માત

રાજકોટથી જેતપુર નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત એકી સાથે ચાર વાહનો ટ્રક, રીક્ષા, ઈકો કાર, ખાનગી કંપનીની બસનો અકસ્માત મૂળ બિહારના રહેવાસીનું અકસ્માતમાં નીપજ્યું મોત રાજકોટ નેશનલ હાઇવે પર અનેક વાર નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે, જેમાં અનેક...
gondal   ભુણાવા ચોકડી પાસે એકી સાથે ચાર વાહનો ટ્રક  રીક્ષા  ઈકો કાર  ખાનગી કંપનીની બસનો અકસ્માત
Advertisement
  • રાજકોટથી જેતપુર નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત
  • એકી સાથે ચાર વાહનો ટ્રક, રીક્ષા, ઈકો કાર, ખાનગી કંપનીની બસનો અકસ્માત
  • મૂળ બિહારના રહેવાસીનું અકસ્માતમાં નીપજ્યું મોત

રાજકોટ નેશનલ હાઇવે પર અનેક વાર નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે, જેમાં અનેક માનવ જીંદગી અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામતી હોય છે. ત્યારે આજરોજ સવારે ભુણાવા ચોકડી પાસે એકી સાથે ચાર વાહનો ટ્રક, રીક્ષા, ઈકો કાર, ખાનગી કંપનીની બસનો અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટનામાં એકનું મોત એકને ગંભીર ઈજા

રાજકોટથી જેતપુર નેશનલ હાઈવે પર સિક્સ લેન રોડનું કામ ચાલી રહ્યું છે. હાઇવે ઓથોરિટી દ્વારા અનેક જગ્યાઓ પર ડીવાઈડરો તોડી નાખી રસ્તો કરી નાખવામાં આવ્યો છે. ત્યારે આજે સવારે ભુણાવા ગામ પાસે ચાર વાહનોના અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં રિક્ષામાં સવાર વિનોદકુમાર પાયરેસિંહ (ઉ.વ. 35) રહે. હાલ. ભરૂડી, મૂળ. બિહારના રેહવાસીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે રીક્ષા ચાલક રવિ દાનવ રાઠોડ (ઉ.વ. 27) ને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે પ્રથમ ગોંડલ સિવિલ હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતક વિનોદકુમારના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો

આજરોજ સવારે નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈવેની બન્ને બાજુ ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અકસ્માત સર્જાયેલ વાહનોને ક્રેઈનની મદદથી હાઇવે પરથી સાઈડમાં કરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. અને અકસ્માતની ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

અહેવાલ : વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો : VADODARA : SSG હોસ્પિટલમાં તબિબો દ્વારા સંગીતમય સુંદરકાંડનું આયોજન, વિરોધ જારી

Tags :
Advertisement

.

×