ગોંડલમાં Ganesh Chaturthi, શ્રીજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ, 11 દિવસ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
- ગોંડલમાં Ganesh Chaturthi થી ધૂમધામથી ઉજવણી કરાઈ
- અમર ગ્રૂપ દ્વારા સતત પાંચમાં વર્ષે ગણપતિ ઉત્સવનું આયોજન
- ભવ્ય શોભાયાત્રા યોજી, સ્ટેશન પ્લોટ ખાતે દાદાની સ્થાપના કરાઈ
- 11 દિવસ ચાલનારા Ganesh ઉત્સવમાં દરરોજ અલગ-અલગ કાર્યક્રમ યોજાશે
Ganesh Chaturthi 2025 : આજે ગણેશ ચતુર્થી નિમિતે સમગ્ર દેશ તથા રાજ્યમાં વિધ્નહર્તા ગણેશજીના ઉત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે ગોંડલમાં અમર ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સતત પાંચમાં વર્ષે સ્ટેશન પ્લોટ શેરી નં-17, જમનાબા સાહેબની હવેલી ચોક ખાતે 11 દિવસ સુધી ગણપતિ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો-Ganesh Chaturthi : સુરત પો. હેડ ક્વાર્ટરમાં શ્રીજી બિરાજમાન, જામનગરમાં વિદ્યાર્થીઓની અનોખી ઉજવણી
વિધ્નહર્તા દેવ ગણેશજી ભવ્ય શોભાયાત્રા યોજાઈ
ગોંડલ અમર ગ્રૂપ (Gondal Amar Group) દ્વારા આજરોજ સ્ટેશન પ્લોટ 15 સુરેશભાઈ હરસુખભાઈ સિદ્ધપુરાના નિવાસ સ્થાનેથી વિધ્નહર્તા ગણેશજીની વાજતે ગાજતે તેમ જ ડી.જેનાં તાલે શોભાયાત્રા યોજી હતી અને સ્ટેશન પ્લોટ ખાતે સ્થાપના કરવામાં આવી છે. છેલ્લા 5 વર્ષથી મુખ્ય આયોજક બીટુભાઈ જાડેજા તેમ જ અમર ગ્રૂપનાં સભ્યો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવે છે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આ પણ વાંચો-SWAGAT :આગામી સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૯ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ
11 દિવસ ચાલનારા Ganesh ઉત્સવમાં દરરોજ અલગ-અલગ કાર્યક્રમ યોજાશે
ગોંડલ શહેરમાં ઠેર ઠેર ગણપતિ ઉત્સવનું (Ganesh Chaturthi 2025) આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમર ગ્રૂપ દ્વારા 11 દિવસ સુધી ચાલનારા ઉત્સવમાં દરરોજ સવારે 7:16 કલાકે તેમ જ સાંજે 7:16 કલાકે ગણપતિ દાદાને આરતી સાથે અલગ-અલગ ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે 56 ભોગ અન્નકૂટ, માયાભાઈ આહિરનો લોક સાહિત્ય કાર્યક્રમ, બાળ વેશભૂષા, ભજન, આરતી સ્પર્ધા, સત્યનારાયણ ભગવાનની કથા, દેવભટ્ટ આયોજિત ગણેશ વંદના સહિત અનેક કાર્યક્રમો યોજવામાં આવશે. ગણપતિ ઉત્સવનાં કાર્યક્રમને સફળ બનાવવા અમર ગ્રૂપનાં સભ્યો દ્વારા દિવસ રાત જહેમત ઉઠાવી રહ્યા છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલૉ
આ પણ વાંચો-Vadodara : શહેરના પ્રથમ સાર્વાજનિક ગણેશજીની સ્થાપનાને 125 વર્ષ પૂર્ણ, દબદબાભેર શ્રીજી બિરાજ્યા


