Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GONDAL : અનઅધિકૃત બાંધકામને તોડી પાડવા ગોંડલ કોર્ટ દ્વારા હુકમ કરાયો

અહેવાલ - વિશ્વાસ ભોજાણી  GONDAL : GONDAL શહેરમાં મંજૂરી વિના કડિયા લાઈન રોડ પર બની રહેલા કોમર્શીયલ કોમ્પ્લેક્સને તોડી પાડવા GONDAL ની અદાલતે હુકમ કર્યો છે, વધુમાં સાથે સાથે ગેરકાયદેસર રીતે બાંધકામ કરનારા બે વ્યક્તિને 10 દિવસની નોટિસ ફટકારાઈ છે....
gondal   અનઅધિકૃત બાંધકામને તોડી પાડવા ગોંડલ કોર્ટ દ્વારા હુકમ કરાયો
Advertisement
અહેવાલ - વિશ્વાસ ભોજાણી 
GONDAL : GONDAL શહેરમાં મંજૂરી વિના કડિયા લાઈન રોડ પર બની રહેલા કોમર્શીયલ કોમ્પ્લેક્સને તોડી પાડવા GONDAL ની અદાલતે હુકમ કર્યો છે, વધુમાં સાથે સાથે ગેરકાયદેસર રીતે બાંધકામ કરનારા બે વ્યક્તિને 10 દિવસની નોટિસ ફટકારાઈ છે.
આ કેસની વિગત એવી છે કે, GONDAL ના કડીયાલાઈન રોડ ઉપર અંબરીશકુમાર વિજયકુમાર ઉદેશી તથા સહદેવસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા દ્વારા GONDAL નગરપાલિકા પાસેથી બાંધકામની કોઈપણ જાતની પરવાનગી મેળવ્યા વિના ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ જે મીઠાણી ચેમ્બર્સ તરીકે ઓળખાય છે, તે બનાવવામાં આવી રહ્યું હોવાથી અતુલ જયપ્રકાશ ઉદેશી દ્વારા  ગોંડલ કોર્ટમાં આ અમરીશકુમાર તથા સહદેવસિંહ તથા નગર સેવા સદનને પ્રતિવાદીઓ બનાવી દાવો કરવામાં આવ્યો હતો.
GONDAL_COURT

GONDAL_COURT

જેમાં એડવોકેટ હરિન એન. પુઆર દ્વારા કરાયેલ લંબાણપૂર્વકની દલીલો ધ્યાને લઈ  જજ  આર્યા રામકુમાર  દ્વારા વાદીની આંક-૫ ની અરજી અન્વયે તા.૨૮/૧૨/૨૦૨૩ ના રોજ હુકમ કરી ગોંડલ નગર સેવાસદને આવું ગેરકાયદેસર બાંધકામ કરનારા અંબરીશકુમાર વિજયકુમાર ઉદેશી તથા સહદેવસિંહ હિતેન્દ્રસિંહ જાડેજાને દિવસ-૧૦ ની નોટિસ આપી આ બાંધકામ તોડી પાડવા તથા તે તોડી પાડવાનો ખર્ચ બાંધકામ કરનારા પાસેથી વસૂલ કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કામે અતુલ જયપ્રકાશ ઉદેશીના એડવોકેટ તરીકે ગોંડલના ખ્યાતનામ ધારાશાસ્ત્રી હરિન એન. પુઆર રોકાયેલા હતા.
COURT_ORDER

COURT_ORDER

Advertisement

કોર્ટના આ હુકમથી ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમા ફફડાટ વ્યાપી ગયેલ છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગોંડલના ખૂબ જ ચર્ચાસ્પદ  ડોક્ટર વેકરીયા હોસ્પિટલના ગેરકાયદેસરના બાંધકામને તોડી પાડવાનો હુકમ પણ વકીલ  હરિન પુઆર દ્વારા કોર્ટ કાર્યવાહીથી મેળવવામાં આવ્યો હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×