Gondal: ગુણાતીતાનંદ સ્વામીનો ૨૩૯મો જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
પ્રતિ વર્ષ અહીના શ્રી અક્ષર મંદિરે શરદપૂનમનાં મહાપવિત્ર દિવસે મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાય છે.મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના ઉત્તમ ભક્ત અને તેઓના દ્વિતીય આધ્યાત્મિક અનુગામી હતા.તેઓનું સાધુતાએ યુક્ત તેઓનું જીવન અનેક મુમુક્ષુ માટે પ્રેરણરૂપ હતું.જેને લઈને અનેક મુમુક્ષુઓ તેઓ તરફ આકર્ષાતા અને ભક્તિનાં માર્ગે આગળ વધતા.ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી બહાઉદ્દીન કઠિયારામાંથી જૂનાગઢના દિવાન બન્યા.સતત વિચરણ કરતાં ગુણાતીતાનંદ સ્વામી પોતાના જીવનની છેલ્લી રાત્રીએ ગોંડલ નરેશને ત્યાં પધરામણી કરી.આવા ગુણાતીતાનંદ સ્વામી અહી ગોંડલમાં જ ધામમાં પધાર્યા અને તેઓનો અગ્નિ સંસ્કારવિધિ જ્યાં કરવામાં આવ્યો હતો.તે સ્થાન બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં "અક્ષર દેરી" તરીકે ઓળખાય છે.
સમગ્ર વિશ્વમાં બીએપીએસ સંસ્થાનાં ૧૩૦૦ જેટલા મંદિરો
આજે સમગ્ર વિશ્વમાં બીએપીએસ સંસ્થાનાં ૧૩૦૦ જેટલા મંદિરો અને ૦૪ અક્ષરધામ જેવા મહામંદિરો છે પણ શ્રી અક્ષરદેરી એક અને અદ્વિતીય છે.શ્રી અક્ષર મંદિરનાં આદિમહંત બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ નિત્ય અક્ષરદેરીમાં કચરો વાળતાં એંડ પૂજા-થાળ કરતાં.બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજને અક્ષરદેરીમાં દીક્ષા આપવામાં આવેલી.આ અક્ષરદેરી પર બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ત્રિશિખરીય શ્રી અક્ષરમંદિર રચીને અક્ષર દેરીને જગવિખ્યાત કરી દીધી.ગોંડલનાં રાજવી સર મહારાજા ભગવતસિંહજી બાપુએ અહી મંદિર કરવા માટે જમીન આપી હતી.આ અક્ષર મંદિરને આજે ૯૦ વર્ષ પૂર્ણ થાય છે.અને બીએપીએસ વર્તમાન ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પણ ૯૦ વર્ષ પૂર્ણ થયા છે.આવા ૯૦ ના અંકના સુંદર સંયોગે ગોંડલનાં અક્ષરમંદિરે પૂજ્ય મહંત સ્વામીની હાજરીમાં શરદપૂનમે ગુણાતીતાનંદ સ્વામીનો ૨૩૯મો જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાનાર છે.
શરદ પૂનમનો સમૈયો ૨૯ ઓક્ટોબર,રવિવારે ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાશે
અત્રે નોંધનીય છે કે,આ વર્ષે આગામી તા.૨૮ ઓક્ટોબર,શનિવારના રોજ ચંદ્રગ્રહણ હોવાથી શરદ પૂનમનો સમૈયો ૨૯ ઓક્ટોબર,રવિવારે સાંજે ૦૫:૦૦ થી ૦૮:૦૦ દરમિયાન ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાશે.જેમાં ચોટદાર સંવાદ અને નૃત્ય દ્વારા ગુણાતીતાનંદ સ્વામીનાં જીવન અને કાર્યને રજૂ કરવામાં આવશે.આ ઉત્સવમાં પાંચ આરતી દ્વારા ગુણાતીતાનંદ સ્વામી જન્મોત્સવે તેઓને ભક્તિ અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે.આ ઉત્સવનો લાભ લેવા બીએપીએસનાં મંદિરોમાંથી મોટી સંખ્યામાં સંતો-મહંતો તેમજ દેશ અને પરદેશથી હજારો હરિભક્તોનો પ્રવાહ ગોંડલનાં શ્રી અક્ષર મંદિર ખાતે આવનાર છે.આ ઉત્સવમાં પધારનાર સૌ કોઈને દૂધ પૌઆનો પ્રસાદ આપવામાં આવનાર છે.
આ પણ વાંચો - Stamp Duty : હાઉસિંગ લૉન સસ્તી આપવા ખાનગી બેંકોનું સ્ટેમ્પ ડ્યુટી ચોરીનું કૌભાંડ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


